જે.પી. મૉર્ગને બ્લૉગ પોસ્ટમાં કહ્યું છે કે ૨૦૨૬થી ગ્રાહકો પોતાના ચેઝ અકાઉન્ટને પ્રત્યક્ષપણે કૉઇનબેઝ સાથે સાંકળી શકશે.
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાની બૅન્કિંગ ક્ષેત્રની મહાકાય કંપની જે.પી. મૉર્ગને ગ્રાહકોને ચેઝ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વૉલેટમાં નાણાં જમા કરાવવાની અને એક્સચેન્જ પર ક્રિપ્ટોકરન્સી ખરીદવાની સુવિધા પૂરી પાડવા માટે ક્રિપ્ટો એક્સચેન્જ કૉઇનબેઝ સાથે સહયોગ સાધ્યો છે. આ સુવિધા આગામી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે પરંપરાગત નાણાકીય સંસ્થાઓ એક સમયે ડિજિટલ ઍસેટ્સ ઉદ્યોગથી દૂર ભાગતી હતી, પરંતુ હવે એની મોટી-મોટી બૅન્કો પણ ક્રિપ્ટો ક્ષેત્રે પ્રવેશી રહી છે. આ બૅન્કે કસ્ટડી સર્વિસિસ આપવાથી માંડીને ક્રિપ્ટોને લગતી પ્રોડક્ટ્સ ઑફર કરવા લાગી છે. જે.પી. મૉર્ગને બ્લૉગ પોસ્ટમાં કહ્યું છે કે ૨૦૨૬થી ગ્રાહકો પોતાના ચેઝ અકાઉન્ટને પ્રત્યક્ષપણે કૉઇનબેઝ સાથે સાંકળી શકશે.
ADVERTISEMENT
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે એકંદરે ઘટાડો થયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૯૦ ટકા ઘટીને ૩.૮૫ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૦.૧૨ ટકાનો ઘટાડો થઈને ભાવ ૧,૧૮,૦૦૫ ડૉલર અને ઇથેરિયમ ૦.૫૫ ટકા ઘટીને ૩૭૮૩ ડૉલર ટ્રેડ થઈ રહ્યા હતા. એક્સઆરપીમાં ૦.૯૦ ટકા અને બીએનબીમાં ૩.૧૮ ટકા ઘટાડો થઈને ભાવ અનુક્રમે ૩.૦૯ ડૉલર અને ૭૮૮ ડૉલર ચાલી રહ્યા હતા. સોલાનામાં ૧.૫૦ ટકા અને ડોઝકૉઇનમાં ૨.૭૭ ટકાનો ઘટાડો થયો હતો.


