દેશમાં ચાના નિકાસકારો હવે યુએઈ, મુખ્યત્વે દુબઈનો ઉપયોગ ઈરાનમાં ચા મોકલવા માટે બાયપાસ માર્ગ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
ભારતીય ચાની ગત નવેમ્બરમાં ઈરાને આયાત બંધ કરી દીધી હોવા છત્તા ભારતીય ચાની ફરી માગ વધી રહી છે અને આ પગલાથી ભારતના વૈશ્વિક ચાના વેપારને અસર થાય એવી પણ સંભાવના નકારી શકાય એમ નથી.
દેશમાં ચાના નિકાસકારો હવે યુએઈ, મુખ્યત્વે દુબઈનો ઉપયોગ ઈરાનમાં ચા મોકલવા માટે બાયપાસ માર્ગ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ઈરાને ભારતમાંથી ચાની આયાત કરવાના નવા કરારો પર હસ્તાક્ષર કરવાનું બંધ કરી દીધું છે, ત્યારે પશ્ચિમ એશિયાઈ રાષ્ટ્રમાં ભારતીય ચાની ભારે માગ છે, એમ ઇન્ડિયન ટી અસોસિએશનના સેક્રેટરી સુજીત પાત્રાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
કેટલાક અધિકારીઓનું કહેવું છે કે ઈરાનથી આવતા તેલની સામે ભારતની રશિયન તેલ પર વધતી જતી નિર્ભરતા, ભારતમાંથી ચાની આયાત પરના પ્રતિબંધનું કારણ હોઈ શકે છે.
જ્યારે ઈરાને ભારત પાસેથી સીધી ચા ખરીદવાનું કેમ બંધ કર્યું એ કારણો અજ્ઞાત છે, ઉદ્યોગ અધિકારીઓ કહે છે કે જ્યાં સુધી બન્ને દેશો તેમના વેપાર મતભેદો અને સેટલમેન્ટ બૅન્કના મુદ્દાને ઉકેલે નહીં ત્યાં સુધી બાયપાસ માર્ગ દ્વારા શિપિંગ ચાલુ રહેશે. તેઓ કહે છે કે વ્યાપાર વિવાદ, ઇરાન પાસેથી કિવી અને સફરજન ખરીદવાનો ભારતનો ઇનકાર અને અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ રસાયણોની હાજરીને ટાંકીને ભારતીય ચાને નકારવાથી ઉદ્દભવ્યો છે.

