ફેબ્રુઆરીમાં પણ ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓમાં નેટ પ્રવાહનો ૨૪મો મહિનો જોવા મળ્યો હતો એમ અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા કહે છે
પ્રતીકાત્મક તસવીર
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સે ફેબ્રુઆરીમાં ૧૫,૬૮૫ કરોડ રૂપિયા આકર્ષ્યા હતા, જે શૅરબજારોમાં નોંધપાત્ર અસ્થિરતા હોવા છતાં ૯ મહિનામાં સૌથી વધુ ચોખ્ખું રોકાણ બતાવે છે. આ જાન્યુઆરીમાં જોવામાં આવેલા ૧૨,૫૪૬ કરોડ રૂપિયા અને ડિસેમ્બરમાં નોંધાયેલા ૭૩૦૩ કરોડ રૂપિયા કરતાં વધુ છે.
ફેબ્રુઆરીમાં પણ ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓમાં નેટ પ્રવાહનો ૨૪મો મહિનો જોવા મળ્યો હતો એમ અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા કહે છે.
ADVERTISEMENT
ઇક્વિટી ફન્ડ્સમાં સ્વસ્થ ઇનફ્લોને ટેકો આપતાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ફેબ્રુઆરીમાં ૯૫૭૫ કરોડ રૂપિયાનો પ્રવાહ જોવા મળ્યો હતો.

