° °

આજનું ઇ-પેપર
Sunday, 26 March, 2023


ફૉરેન બૅન્કોની ડૉલરની ડિમાન્ડ વધી જતાં રૂપિયો વધુ ગગડ્યો

16 March, 2023 04:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉલરની માગ વધશે અને શૅરબજાર તૂટશે તો રૂપિયો ૮૩ સુધી જઈ શકે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

રૂપિયામાં નરમાઈ યથાવત્ છે. ફૉરેન બૅન્કો અને ઑઇલ કંપનીઓ દ્વારા ડૉલરની ડિમાન્ડ વધી હોવાથી અને વૈશ્વિક અનિશ્ચિતતાભર્યા વાતાવારણ વચ્ચે રૂપિયામાં વધુ ૧૧ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. 

રૂપિયો ડૉલર સામે બુધવારે ૮૨.૩૧ પર ખૂલ્યો હતો અને એક તબક્કે નબળો પડીને ૮૨.૬૧ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૨.૬૦ની સપાટી જોવા મળી હતી જે અગલા દિવસે ૮૨.૪૯ પર બંધ રહ્યો હતો. આમ ૧૧ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ફૉરેક્સ ડીલરોનું કહેવું છે કે ફૉરેન બૅન્કો દ્વારા ડૉલરની ડિમાન્ડ વધી છે. શૅરબજારમાં પણ ઘટાડાની ચાલ યથાવત્ હોવાથી ફૉરેન ફન્ડોનું નવું ભંડોળ આવતું નથી. ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૪.૧૩ની સપાટી પર પહોંચ્યો હતો. ડૉલરનો પુરવઠો જો વધશે નહીં તો રૂપિયો ૮૩ના લેવલ સુધી પહોંચે એવી પણ સંભાવના નકારી શકાય એમ નથી.

16 March, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી - ડ્યુટી પ્રો એર કંડિશનર હવે પૂજારા ટેલિકોમ પર ઉપલબ્ધ

હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી - ડ્યુટી પ્રો એર કંડિશનર શ્રેણી ગ્રાહકોને નવીનતમ ટેકનોલોજી અને સુવિધાઓ પ્રદાન કરે છે જે મહત્તમ આરામ અને ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે

25 March, 2023 07:44 IST | Mumbai | Partnered Content

લોકસભાની જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાને મંજૂરી

શુક્રવારે લોકસભા દ્વારા પસાર કરાયેલા ફાઇનૅન્સ બિલ ૨૦૨૩માં પ્રસ્તાવિત સુધારા મુજબ, દરેક રાજ્યમાં જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની બેન્ચની સ્થાપના કરવામાં આવશે, જ્યારે દિલ્હીમાં એક મુખ્ય બેન્ચ હશે

25 March, 2023 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ઘઉંના ભાવ ઊઘડતી સીઝને જ ઐતિહાસિક ટોચે

ઘઉંના ભાવ ઊઘડતી સીઝને જ ૭૦૦થી ૯૨૫ રૂપિયા પ્રતિ ૨૦ કિલો એટલે કે ક્વિન્ટલના ૩૫૦૦થી ૪૬૨૫ રૂપિયા સુધીના ક્વોટ થાય છે, જે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ છે.

25 March, 2023 06:26 IST | Gujarat | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK