Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયાએ ડૉલર સામે ઇન્ટ્રા-ડે ૮૧ની સપાટી તોડી

રૂપિયાએ ડૉલર સામે ઇન્ટ્રા-ડે ૮૧ની સપાટી તોડી

24 January, 2023 04:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૂડ તેલના આયાતકારોની વધતી માગ સામે રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરની વેચવાલી કરવામાં આવી હોવાથી રૂપિયામાં સુધારો થયો હતો,

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ સોમવારો નબળો રહ્યો હતો, પરંતુ દિવસ દરમ્યાન રૂપિયાએ ૮૧ની સપાટી પણ તોડી હતી, પરંતુ એ બહુ જાજો સમય ટકી શકી નહોતી અને દિવસના અંતે રૂપિયામાં આગલા બંધ કરતાં ૨૭ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૦.૯૫ની સપાટી પર ખૂલ્યો હતો અને એક તબક્કે મજબૂત બનીને ૮૦.૯૦ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૧.૪૦ પર બંધ રહ્યો હતો, જે ગયા શુક્રવારે ૮૧.૧૩ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ ૨૭ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.



ક્રૂડ તેલના આયાતકારોની વધતી માગ સામે રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરની વેચવાલી કરવામાં આવી હોવાથી રૂપિયામાં સુધારો થયો હતો, પરંતુ બહુ લાંબો સમય ટક્યો નહોતો. જો ડૉલરની વેચવાલી સામે માગ ઓછી રહી હોત તો રૂપિયામાં સુધારો ટકી શકત. ક્રૂડ તેલના ભાવ ૮૮ ડૉલરની સપાટીને પાર થતાં આયાતકારો દ્વારા ડૉલરની ખરીદી કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2023 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK