કોરોના સમયે મંજૂરી રદ કર્યા બાદ ત્રણ વર્ષે સરકારની ફરી છૂટ મળી
પ્રતીકાત્મક તસવીર
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ હવે વિદેશી એક્સચેન્જો તેમ જ અમદાવાદમાં ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) બોર્સ પર ડાયરેક્ટ લિસ્ટિંગ માટે જઈ શકે છે.
કોવિડ-રાહત પૅકેજના ભાગરૂપે જાહેરાતનાં ત્રણ વર્ષ પછી મળેલી આ મંજૂરી સ્થાનિક કંપનીઓને વિદેશમાં વિવિધ એક્સચેન્જો પર તેમના શૅરને સૂચિબદ્ધ કરીને વિદેશી ભંડોળ મેળવવા માટે સક્ષમ બનાવશે. મે ૨૦૨૦માં રોગચાળા દરમ્યાન જાહેર કરાયેલા લિક્વિડિટી પૅકેજના ભાગરૂપે આ વિશેનો પ્રસ્તાવ સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
દેશી કંપનીઓ દ્વારા સિક્યૉરિટીઝનું ડાયરેક્ટ લિસ્ટિંગ હવે વિદેશી અધિકારક્ષેત્રોમાં અનુમતિપાત્ર હશે. મને એ જાહેરાત કરતાં પણ આનંદ થાય છે કે સરકારે આઇએફએસસી એક્સચેન્જ પર લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓની સીધી સૂચિને સક્ષમ કરવાનો નિર્ણય લીધો છે.
આનાથી વૈશ્વિક મૂડી સુધી પહોંચવામાં અને વધુ સારા મૂલ્યાંકનની સુવિધા મળશે, એમ સીતારમણે જણાવ્યું હતું.


