સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસિસના ‘જૉબ્સ ઍન્ડ સૅલેરી પ્રાઇમર રિપોર્ટ’ અનુસાર ૨૦૨૧-’૨૨માં ૧૦ ટકાની સરખામણીમાં ગયા વર્ષમાં વેતનવૃદ્ધિ ઘટીને નવ ટકા થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
જૉબ માર્કેટે ૨૦૨૨-’૨૩માં ધીમી વેતનવૃદ્ધિનો અનુભવ કર્યો હતો, કારણ કે એકંદરે વૃદ્ધિ અગાઉના નાણાકીય વર્ષમાં ૧૦ ટકાથી ઘટીને નવ ટકા થઈ હતી, મુખ્યત્વે કૃષિ અને ઍગ્રોકેમિકલ્સ, ઑટોમોબાઇલ્સ અને સંલગ્ન, બીએફએસઆઇ સહિતનાં ક્ષેત્રોને કારણે ઘટાડો થયો છે એમ એક અહેવાલ કહે છે. સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસિસના ‘જૉબ્સ ઍન્ડ સૅલેરી પ્રાઇમર રિપોર્ટ’ અનુસાર ૨૦૨૧-’૨૨માં ૧૦ ટકાની સરખામણીમાં ગયા વર્ષમાં વેતનવૃદ્ધિ ઘટીને નવ ટકા થઈ ગઈ છે. કૃષિ અને કૃષિ રસાયણ, ઑટોમોબાઇલ્સ અને સંલગ્ન, બૅન્કિં, નાણાકીય સેવાઓ અને વીમો, બીપીઓ અને આઇટી સક્ષમ સેવાઓ, બાંધકામ અને રિયલ એસ્ટેટ, શૈક્ષણિક સેવાઓ, ઝડપી મૂવિંગ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, હૉસ્પિટલિટી, ઔદ્યોગિક ઉત્પાદન અને સંલગ્ન, પાવર અને ઊર્જા, ઈ-કૉમર્સ અને ટેક. સ્ટાર્ટ-અપ્સ, હેલ્થકૅર અને સંલગ્ન ઉદ્યોગો અને રીટેલમાં નવ ટકાથી ઓછી વૃદ્ધિ જોવા મળી છે. ટીમલીઝ સર્વિસિસ જૉબ્સ અને સૅલેરી પ્રાઇમર રિપોર્ટ નવ હબ શહેરો અને ૧૭ ઉદ્યોગોમાં ૪૦૩ નોકરીદાતાઓ અને ૩૫૭ અન્ય કર્મચારીઓને આવરી લઈને કરવામાં આવે છે.