સૌથી ઓછી રિફાઇન્ડ પામતેલની માત્ર બે ડૉલર જ ઘટી

પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બજારમાં વીતેલા પખવાડિયા દરમ્યાન ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાને પગલે ઘરઆંગણે પણ સરકારે આયાતી ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુમાં ૪૧ ડૉલર સુધીનો ઘટાડો કર્યો હતો, જેમાં સૌથી ઓછો ઘટાડો રિફાઇન્ડ પામતેલમાં બે ડૉલર સુધીનો કર્યો હતો.
કસ્ટમ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ ક્રૂડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૧૩ ડૉલરનો ઘટાડો કરીને ૯૮૮ ડૉલર પ્રતિ ટન કરી છે, જે અગાઉ ૧૦૦૧ ડૉલર હતી. એ જ રીતે રિફાઇન્ડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં બે ડૉલરનો ઘટાડો કરીને ૧૦૨૦ ડૉલર પ્રતિ ટન કર્યા હતા, જે અગાઉ ૧૦૨૨ ડૉલર પ્રતિ ટન હતા.
સરકારે ક્રૂડ પામોલીન અને રિફાઇન્ડ પામોલીનની ટૅરિફ વૅલ્યુમાં ૧૧ ડૉલરનો ઘટાડો કર્યો છે. સૌથી વધુ ખાદ્ય તેલમાં સોયાતેલના ભાવ ઘટ્યા હોવાથી એની ટૅરિફ વૅલ્યુમાં ૪૧ ડૉલરનો ઘટાડો કરીને ૯૮૩ ડૉલર પ્રતિ ટન કર્યા હતા, જે અગાઉ ૧૦૪૩ ડૉલર પ્રતિ ટન હતા.