Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જૂના અને નવા ટૅક્સ રેજીમમાંથી પસંદગી વેળાસર કરી લેવાનું મહત્ત્વ

જૂના અને નવા ટૅક્સ રેજીમમાંથી પસંદગી વેળાસર કરી લેવાનું મહત્ત્વ

11 April, 2023 02:25 PM IST | Mumbai
Nitesh Buddhadev

પગારદારો હવે દર વર્ષે પોતપોતાને વધુ લાભદાયક હોય એવા જૂના કે નવાનો વિકલ્પ પસંદ કરી શકશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટેક્સ રામાયણ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થઈ ગયો છે અને કંપનીઓએ પોતપોતાના કર્મચારીઓના આવકવેરાનાં ડિક્લેરેશન ભરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પગારદારો હવે દર વર્ષે પોતપોતાને વધુ લાભદાયક હોય એવા જૂના કે નવાનો વિકલ્પ પસંદ કરી શકશે. તેઓ અત્યારે કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે અને પછી રિટર્ન ફાઇલ કરતી વખતે જૂનામાંથી નવામાં કે નવામાંથી જૂનામાં જઈ શકે છે.  

અહીં જણાવવું રહ્યું કે જો તમે જૂના ટૅક્સ રેજિમની પસંદગી નહીં કરો તો કરવેરા ખાતું આપોઆપ નવા ટૅક્સ રેજિમને ડિફૉલ્ટ ગણશે અને એમ્પ્લૉયરે એ પ્રમાણે જ કરવેરાની ગણતરી કરવાની રહેશે. ધારો કે તમે હાલ જૂના ટૅક્સ રેજિમની પસંદગી કરતા નથી અને રિટર્ન ફાઇલ કરતી વખતે જૂનું રેજિમ પસંદ કરવા માગો છો. આ સ્થિતિમાં અગાઉ નવા રેજિમને અનુસરીને તમે કલમ ૮૦સી, કલમ ૮૦ડી, હાઉસિંગ લોન પરનું વ્યાજ એ બધા વિકલ્પો પસંદ કર્યા નહીં હોય. આમ છતાં તમે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે સીધેસીધું જ એ બધું ક્લેમ કરી શકો છો.   



અહીં એ પણ જણાવવું રહ્યું કે પછીથી તમે જૂના ટૅક્સ રેજિમની પસંદગી કરવા ઇચ્છશો એ સ્થિતિમાં તમારા પગારમાં સામેલ ન હોય એવાં કેટલાંક એક્ઝૅમ્પ્શન તમને કદાચ મળે નહીં. આથી તમારે પોતાના પગારના માળખા અનુસાર અત્યારથી જ સમજદારીપૂર્વક ટૅક્સ રેજિમની પસંદગી કરવી જરૂરી બની રહે છે. દા.ત. સ્નેહાએ જૂના ટૅક્સ રેજિમની પસંદગી જાહેર કરી નથી.


આથી એમ્પ્લૉયરે તેમને નવા ટૅક્સ રેજિમ હેઠળ ગણ્યાં છે. નવા રેજિમમાં કોઈ પણ અલાવન્સ (ભથ્થાં) એક્ઝૅમ્પ્ટ નથી. આમ, એમ્પ્લૉયરે એચઆરએ, એલટીએ વગેરેને ગણતરીમાં લીધાં નથી. આથી એપ્રિલ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ના ગાળામાં કંપનીએ સ્નેહાના પગારમાંથી ટીડીએસ એ મુજબ જ કાપી લીધો છે. સ્નેહાને છેલ્લે લાગ્યું કે એ એચઆરએનું એક્ઝૅમ્પ્શન લેવા માગે છે.  

અહીં ખાસ જણાવવાનું કે નીચે પ્રમાણેના ત્રણ વિકલ્પમાંથી જે રકમ સૌથી ઓછી હોય એટલા પ્રમાણમાં એચઆરએનું એક્ઝૅમ્પ્શન મળે છેઃ 


૧) એમ્પ્લૉયર પાસેથી મળતું એચઆરએ.  

૨) દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ એ ચાર મહાનગરોમાં રહેતા કર્મચારીઓના પગારના ૫૦ ટકા જેટલી રકમ તથા બાકીનાં શહેરો માટે પગારના ૪૦ ટકા જેટલી રકમ. 

૩) કર્મચારીએ દર મહિને ચૂકવેલા વાસ્તવિક ભાડામાંથી પગારમાંથી પગારના ૧૦ ટકા રકમની બાદબાકી કરવાથી મળતી રકમ.  

આ પણ વાંચો : નવી કરપ્રણાલીમાં કરદાતાઓને માર્જિનલ રિલીઝ આપીને સરકારે અન્યાય દૂર કર્યો

સ્નેહાના કિસ્સામાં એમના એમ્પ્લૉયરે એચઆરએને પગારના માળખાનો હિસ્સો ગણ્યો નહીં હોવાથી ઉપરોક્ત વિકલ્પ ક્રમાંક ૧ મુજબની રકમ શૂન્ય ગણાશે અને એને કારણે ઉક્ત ત્રણે વિકલ્પની સૌથી ઓછી રકમ સ્નેહા માટે શૂન્ય હશે. એથી તેમને એચઆરએનું એક્ઝૅમ્પ્શન નહીં મળે.  

જો સ્નેહાએ જૂના ટૅક્સ રેજિમની પસંદગી કરી હોત તો તેઓ એચઆરએનું એક્ઝૅમ્પ્શન ક્લેમ કરી શક્યાં હોત. 

આવી જ સ્થિતિ લીવ ટ્રાવેલ અલાવન્સ (એલટીએ) જેવાં અનેક એક્ઝૅમ્પ્શનને પણ લાગુ થઈ શકે છે.  

આ સાથે એ પણ જણાવી દેવું ઘટે કે જો આવકવેરાનું રિટર્ન નિર્ધારિત મુદતની અંદર ભરવામાં નહીં આવે તો જૂનું ટૅક્સ રેજિમ ઉપલબ્ધ નહીં થાય. દા.ત. રિયા જૂનું ટૅક્સ રેજિમ પસંદ કરે છે અને એમના એમ્પ્લૉયરે કાપેલા ટીડીએસની રકમ ૧,૪૦,૪૦૦ છે. જો રિયા પોતાનું આવકવેરાનું રિટર્ન સમયમર્યાદાની અંદર નહીં ભરે તો તેમને જૂના ટૅક્સ રેજિમની પસંદગીનો લાભ નહીં મળે. આથી તેમની કરવેરાની જવાબદારી નવા ટૅક્સ રેજિમ પ્રમાણે નક્કી થશે અને તેમને જૂના રેજિમ હેઠળ મળતાં એક્ઝૅમ્પ્શન્સ / ડિડક્શન્સનો લાભ નહીં મળે. પરિણામે, તેમની કરપાત્ર આવક ઘણી વધી જશે અને કરવેરાની જવાબદારી પણ વધી જશે. તેમણે ટીડીએસ ઉપરાંત પણ ૧,૯૫,૦૦૦ રૂપિયાનો કરવેરો વ્યાજ અને દંડ સાથે ભરવો પડશે.  

 ઉક્ત ચર્ચા પરથી સમજી શકાય છે કે પગારદારોએ જૂના અને નવા ટૅક્સ રેજિમમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી વર્ષના પ્રારંભમાં જ કરી લેવી જોઈએ. વળી, નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪નું રિટર્ન પણ સમયસર ભરી દેવાનું અગત્યનું કહેવાશે.

વિગત 

ફૉર્મ ૧૬ અનુસાર (જૂનું ટૅક્સ રેજીમ

મોડેથી ફાઇલ કરાયેલા આવકવેરાના રિટર્ન અનુસાર (નવું ટૅક્સ રેજીમ

પગાર 

૨૦,૦૦,૦૦૦ 

૨૦,૦૦,૦૦૦ 

એક્ઝૅમ્પ્શન્સ

એચઆરએ 

(૪,૦૦,૦૦૦) 

ઉપલબ્ધ નથી 

એલટીએ 

(૧,૦૦,૦૦૦) 

ઉપલબ્ધ નથી 

સ્ટાન્ડર્ડ ડિડક્શન 

(૫૦,૦૦૦) 

(૫૦,૦૦૦) 

પગારની આવક 

૧૪,૫૦,૦૦૦ 

૧૯,૫૦,૦૦૦ 

હાઉસિંગ લોનનું વ્યાજ 

(૨,૦૦,૦૦૦) 

ઉપલબ્ધ નથી 

ડિડક્શન્સ 

૮૦સી 

(૧,૫૦,૦૦૦) 

ઉપલબ્ધ નથી 

૮૦ડી 

(૨૫,૦૦૦) 

ઉપલબ્ધ નથી 

કરપાત્ર આવક 

૧૦,૭૫,૦૦૦ 

૧૯,૫૦,૦૦૦ 

કરવેરાની જવાબદારી 

૧,૪૦,૪૦૦ 

૩,૩૫,૪૦૦ 

કપાયેલો ટીડીએસ 

૧,૪૦,૪૦૦ 

૧,૪૦,૪૦૦ 

ચૂકવવાપાત્ર કરવેરો 

શૂન્ય 

૧,૯૫,૦૦૦ વત્તા વ્યાજ અને દંડ

 

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 02:25 PM IST | Mumbai | Nitesh Buddhadev

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK