Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આઇસી૧૫ ઇન્ડેક્સ ૫૩૬ પૉઇન્ટ વધ્યો

આઇસી૧૫ ઇન્ડેક્સ ૫૩૬ પૉઇન્ટ વધ્યો

Published : 15 March, 2024 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડેક્સ ૯૪,૧૪૫ ખૂલીને ૯૫,૦૦૮ની ઉપલી અને ૯૨,૦૩૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશાને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે વધારો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૫૭ ટકા (૫૩૬ પૉઇન્ટ) વધીને ૯૪,૬૮૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૯૪,૧૪૫ ખૂલીને ૯૫,૦૦૮ની ઉપલી અને ૯૨,૦૩૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કૉઇન સોલાના અને ડોઝકૉઇન હતા, જેમાં અનુક્રમે ૧૩.૭૭ ટકા અને ૧૦ ટકા વૃદ્ધિ થઈ હતી. ઇથેરિયમ, ટોનકૉઇન, ટ્રોન અને લાઇટકૉઇન મુખ્ય ઘટેલા કૉઇન હતા. દરમ્યાન થાઇલૅન્ડે ક્રિપ્ટોકરન્સીમાં આવક રળનારા તથા ઇન્વેસ્ટમેન્ટ ટોકન રાખનારા વ્યક્તિગત કરદાતાઓને કરમુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ટોકન મારફત નાણાં ઊભાં કરવાના કામકાજને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK