Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આઇસી૧૫ ઇન્ડેક્સ સદંતર ફ્લૅટ

આઇસી૧૫ ઇન્ડેક્સ સદંતર ફ્લૅટ

Published : 18 January, 2024 06:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડેક્સ ૫૬,૨૫૯ ખૂલીને ૫૭,૨૭૩ની ઉપલી અને ૫૫,૨૫૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે નફો અંકે કરવાની પ્રવૃત્તિને લીધે માર્કેટ ફ્લૅટ રહી હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૦૦૭ ટકા (૪ પૉઇન્ટ) ઘટીને ૫૬,૨૫૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૬,૨૫૯ ખૂલીને ૫૭,૨૭૩ની ઉપલી અને ૫૫,૨૫૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી બીએનબી, પોલ્કાડૉટ, ટોનકૉઇન અને ડોઝકૉઇન ૧થી ૩ ટકાની રેન્જમાં ઘટ્યા હતા, જ્યારે ચેઇનલિંક અને સોલાનામાં ૪થી ૭ ટકાની રેન્જમાં સર્વોચ્ચ વૃદ્ધિ થઈ હતી. નોંધનીય છે કે યુરોપિયન બૅન્કિંગ ઑથોરિટીએ નાણાકીય ગુનાઓ ખાળવાની દૃષ્ટિએ ક્રિપ્ટોકરન્સી કંપનીઓ માટે નવી માર્ગદર્શિકા ઘડી છે. બીજી બાજુ અમેરિકન ટ્રેઝરી અને આઇઆરએસ ખાતાએ ક્રિપ્ટો ટૅક્સ રિપોર્ટિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.  

દરમ્યાન બિટગેટે બ્લૉકચેઇન ફૉર હર નામનું ૧૦ મિલ્યન ડૉલરનું ફન્ડ જાહેર કર્યું છે. બ્લૉકચેઇન અને વેબ૩.૦ના ક્ષેત્રે કાર્યરત મહિલા ઑન્ટ્રપ્રનરને સહાયભૂત થવા માટે આ ફન્ડ કાર્ય કરશે, એમ જણાવવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK