ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્સને લીધે વૈશ્વિક સ્તરે ડૉલર વધુ મજબૂત બનવશે.
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે મામૂલી ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૧૭ ટકા (૧૧૦ પૉઇન્ટ) ઘટીને ૬૬,૦૩૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૬૬,૧૪૨ ખૂલીને ૬૭,૧૦૯ની ઉપલી અને ૬૫,૩૦૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટનાર કૉઇન અવાલાંશ, સોલાના, ચેઇનલિંક અને પોલકાડૉટ હતા. પૉલિગોન, એક્સઆરપી, બીએનબી અને કાર્ડાનોમાં ૨થી ૫ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીને કારણે ડૉલરનું મૂલ્ય ઘટવાની ભીતિ વચ્ચે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે કહ્યું છે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્સને લીધે વૈશ્વિક સ્તરે ડૉલર વધુ મજબૂત બનવશે. ડૉલર પર આધારિત સ્ટેબલકૉઇનને કારણે ડૉલરની પહોંચ વધશે. દરમ્યાન ઇથિયોપિયાએ ડેટા માઇનિંગ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે તાલીમ માટેનો પ્રોજેક્ટ તૈયાર કરવા માટે હૉન્ગકૉન્ગની ડેટા સેન્ટર સર્વિસ સાથે સહયોગ સાધ્યો છે.
