પોતાના બજેટ અને તબીબી જરૂરિયાત પ્રમાણે અમુક ચોક્કસ હેલ્થ ઇન્શ્યૉરન્સ રાઇડર્સ ખરીદી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
લોકો દ્વારા લેવામાં આવતી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીઓ ઘણી વાર મેડિકલ બિલોની વધતી રકમ સામે અપૂરતી થઈ પડે છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે એક નવી હેલ્થ પૉલિસીમાં રોકાણ કર્યા વગર જે વર્તમાન હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદેલી હોય એનું કવરેજ અને ફીચર્સ વધારવા માટે તમે યોગ્ય હેલ્થ ઇન્શ્યૉરન્સ રાઇડર કવર ખરીદી શકો છો. રાઇડર કવર ખૂબ જ વાજબી દર ઉપર મળે છે તથા એનું ક્ષેત્ર પણ વ્યાપક હોય છે. પોતાના બજેટ અને તબીબી જરૂરિયાત પ્રમાણે અમુક ચોક્કસ હેલ્થ ઇન્શ્યૉરન્સ રાઇડર્સ ખરીદી શકાય છે. રૂમ-રેન્ટ વેવર, મૅટરનિટી કવર, પર્સનલ ઍક્સિડન્ટ કવર અને એવા ઘણા બીજા વિવિધ પ્રકારના રાઇડર-પ્લાન ઉપલબ્ધ છે. તમારી જરૂરિયાતને આધારે કવરેજની શરતોને ધ્યાનપૂર્વક સમજીને તમે આવા રાઇડરમાંથી પસંદગી કરી શકો છો.
હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીના રાઇડર પ્લાન્સના કેટલાક મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે :
ADVERTISEMENT
લોનની ચુકવણી
રાઇડર પ્લાન્સમાં ક્લેમની રકમની લમ્પસમ રીતે ચુકવણી કરવામાં આવે છે. એટલે આ રકમ પૉલિસીધારકની અન્ય આર્થિક જરૂરતો માટે પણ વાપરી શકાય છે. બીમારીની સારવારને કારણે પૉલિસીધારકનાં કામકાજનું નુકસાન થયું હોય એવા સંજોગોમાં આવકમાં થયેલી નુકસાનની ભરપાઈ કરવામાં અથવા લોન, મૉર્ગેજ વગેરેની ચુકવણી કરવામાં આ રકમનો ઉપયોગ કરી શકાય છે.
બાળકના શિક્ષણ માટેની ફીની ચુકવણી
રાઇડર કવરની રકમમાંથી બાળકની વર્તમાન સ્કૂલ, કૉલેજની ફી અથવા ભવિષ્યના શિક્ષણનો ખર્ચ આ પ્લાનની રકમમાંથી ભરી શકાય છે. આમ આવા રાઇડર કવરવાળા પ્લાન્સ પૉલિસીધારકોના સલામત અને સુરક્ષિત ભાવિની ખાતરી આપે છે.
અંતિમસંસ્કાર માટે થતા ખર્ચની ચુકવણી
પૉલિસીધારકનું મૃત્યુ થાય એ વખતે રાઇડર-કવરની રકમ તેના અંતિમસંસ્કારના ખર્ચ માટે ચુકવણી કરવા માટે વાપરી શકાય છે. ફ્યુચર જનરાલી, બજાજ અલાયન્સ, ભારતી અક્સા, વગેરે જેવી વીમા કંપનીઓ તેમના પૉલિસીધારકોને આવા ફીચરવાળા રાઇડર પ્લાનને સંબંધિત સુવિધા પ્રદાન કરે છે.
વધારાની સુરક્ષા
તમારી વર્તમાન હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં રાઇડર્સ ઉમેરવાનું ફાયદાકારક છે, કારણ કે એ પૉલિસીના કવરેજને વધારે છે અને તમારા પરિવારને કોઈ પણ અણધાર્યા સંજોગોથી સુરક્ષિત કરે છે. પરિવારના દરેક સભ્યને એક સમાન કવરેજ વાજબી દરે મળી શકે છે.
પ્રીમિયમ વેવર
પ્રીમિયમ વેવર રાઇડર તમારી હેલ્થ પૉલિસી સાથે ખરીદ્યું હોય તો ગંભીર બીમારી અથવા આકસ્મિક પંગુતાથી પીડાયા બાદ વધારાનું પ્રીમિયમ ભર્યા વગર જ તમારી પૉલિસીને ચાલુ રાખી શકાય છે. આ પ્રીમિયમ વેવર બેનિફિટ કહેવાય છે.
સરળ મૅનેજમેન્ટ
વર્તમાન હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીની સાથે જ હજી એક નવી પૉલિસી ખરીદવાની માથાકૂટમાંથી આ રાઇડર્સ બચાવે છે. યોગ્ય રાઇડર પ્લાનને વર્તમાન પૉલિસીમાં જ ઉમેરી લઈએ તો બેઝિક હેલ્થ પૉલિસીનું કવરેજ વ્યાપક બની જાય છે. આથી સમય અને પૈસા બન્નેની બચત થાય છે.
જરૂરિયાત પ્રમાણે પ્લાન ખરીદી શકવાની સુગમતા
યોગ્ય રાઇડર પ્લાનની ખરીદી કરતી વખતે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમારી પસંદગી પ્રમાણે રાઇડર્સ લઈ શકાય છે. ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યુલેટરની મદદથી તમે સરળતાથી રાઇડર પ્લાન ઉમેરી કે કાઢી શકો છો. તમારા તબીબી ઇતિહાસ, પૂર્વ-અસ્તિત્વમાં હોય એવા રોગો અને નાણાકીય બજેટ વગેરેને ધ્યાનમાં લઈ નિર્ણય કરી શકો છો.
ટૅક્સ સેવિંગ
બેઝિક ઇન્શ્યૉરન્સ પ્લાનની સાથે રાઇડર પ્લાન લેવાથી પૉલિસીધારકોને ટૅક્સ-બચતના ફાયદા પણ મળી શકે છે. રેગ્યુલર પૉલિસીનું પ્રીમિયમ અને રાઇડર-કવરનું પ્રીમિયમ એ બન્નેની ચુકવણી માટે ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેકશન ૮૦ડી હેઠળ ટૅક્સમાં છૂટ મળી શકે છે. દરેક પૉલિસીધારક કે જે એક કરદાતા પણ છે એ દરેકને આ છૂટ મળે છે.
લમ્પસમ ચુકવણી
ક્રિટિકલ ઇલનેસ રાઇડર્સ અને પર્સનલ ઍક્સિડન્ટ કવર જેવા કેટલાક રાઇડર-કવર લમ્પસમ રકમની ચુકવણી કરે છે જેનો ઉપયોગ પૉલિસીધારકોની આવકના નુકસાનને ભરપાઈ કરવા અને હૉસ્પિટલોમાં સારવારની ગુણવત્તામાં વધારો કરવા માટે થઈ શકે છે.
પસંદગીમાં વિવિધતા
વિવિધ પ્રકારના રાઇડર કવર પ્લાન્સ બજારમાં ઉપલબ્ધ છે. એથી લોકો પાસે પસંદ કરવા માટેના ઘણા વિકલ્પો છે.
નિષ્કર્ષ
તમે તમારી તબીબી આવશ્યકતાઓ અને તમારા નાણાકીય બજેટને આધારે તમારા અને તમારા પ્રિયજનો માટે યોગ્ય રાઇડર પ્લાન્સમાં રોકાણ કરી શકો છો. તમારા ક્લેમની પતાવટ પ્રક્રિયા સમયે કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળવા માટે તમારે આ પ્લાન્સની શરતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો આવશ્યક છે.
અંત
તમે તમારી તબીબી આવશ્યકતાઓ અને નાણાકીય બજેટને આધારે તમારા અને તમારા પ્રિયજનો માટે યોગ્ય સવાર યોજનામાં રોકાણ કરી શકો છો. દાવાની પતાવટ પ્રક્રિયા સમયે કોઈ અસુવિધા ટાળવા માટે તમારે યોજનાના સરસ છાપવામાંથી પસાર થવું આવશ્યક છે.

