ઑફિસ ભાડાંમાં ૧૩ ટકા સુધીનો વધારો જોવાયો

પ્રતીકાત્મક તસવીર
નાઇટ ફ્રૅન્ક ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં દેશનાં મુખ્ય આઠ શહેરોમાં મકાનની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે ત્રણથી ૧૦ ટકા વધી હતી, જ્યારે ઑફિસનું ભાડું પ્રૉપર્ટીની ઊંચી માંગને કારણે ૧૩ ટકા સુધી વધ્યું હતું.
બૅન્ગલોર પ્રૉપર્ટી માર્કેટમાં ૨૦૨૨ કૅલેન્ડર વર્ષના ત્રીજા ક્વૉર્ટર દરમ્યાન સરેરાશ હાઉસિંગ કિંમત તેમ જ સરેરાશ ઑફિસભાડાંમાં અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી, એમ પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રૅન્ક ઇન્ડિયાએ એના ‘ઇન્ડિયા રિયલ એસ્ટેટ - ઑફિસ અને રેસિડેન્શ્યલ માર્કેટ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૨’ રિપોર્ટમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
પ્રાઇમરી હાઉસિંગ માર્કેટના ડેટા મુજબ, બૅન્ગલોરમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સરેરાશ ભાવ ૧૦ ટકા વધીને ૫૪૨૮ રૂપિયા પ્રતિ ચોરસફુટ થયો હતો, જે એક વર્ષ અગાઉના ગાળામાં ૪૯૨૮ પ્રતિ ચોરસફુટ હતો. દિલ્હીમાં આઠ ટકાનો વધારો થયો હતો, જ્યારે મુંબઈ, પુણે, ચેન્નઈ અને હૈદરાબાદમાં રહેણાક મિલકતોની સરેરાશ કિંમતમાં છ ટકાનો વધારો નોંધાયો છે.

