હવેથી ઇશ્યુઅર્સે ઍસેટ મૅનેજમેન્ટ અને ઍન્ટિ મની લૉન્ડરિંગને લગતા નિયમોનું પાલન કરવાનું રહેશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
હૉન્ગકૉન્ગમાં શુક્રવારે સ્ટેબલકૉઇન સંબંધિત વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. સ્ટેબલકૉઇનના ઇશ્યુઅર્સના નિયમન માટે આ નિયમન કરવામાં આવ્યું છે. હવેથી ઇશ્યુઅર્સે ઍસેટ મૅનેજમેન્ટ અને ઍન્ટિ મની લૉન્ડરિંગને લગતા નિયમોનું પાલન કરવાનું રહેશે. હૉન્ગકૉન્ગ ડૉલર પર આધારિત સ્ટેબલકૉઇન માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે. એક મંતવ્ય છે કે આ કાયદાને પગલે સંસ્થાકીય સહભાગ વધશે.
અન્ય એક અહેવાલ મુજબ અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને બાઇનૅન્સ એક્સચેન્જની વિરુદ્ધના બે વર્ષથી ચાલી રહેલા ખટલાનો અંત લાવવાનું નક્કી કર્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બાઇનૅન્સે અમેરિકન સિક્યૉરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું નહોતું.
ADVERTISEMENT
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૭૦ ટકા ઘટીને ૩.૩૧ ટ્રિલ્યન ડૉલર પહોંચી ગયું હતું, જ્યારે બિટકૉઇનમાં ૨.૨૧ ટકા ઘટાડા સાથે ભાવ ૧,૦૫,૪૧૦ ડૉલર પર પહોંચ્યો હતો. ઇથેરિયમમાં ૨.૮૯ ટકા, એક્સઆરપીમાં ૪.૮૭, બીએનબીમાં ૨.૦૮, સોલાનામાં ૫.૬૦, ડોઝકૉઇનમાં ૮.૫૭ અને કાર્ડાનોમાં ૫.૫૩ ટકા ઘટાડો થયો હતો.


