આજે બજારમાં શું થશે? કડાકા-ધડાકા? ક્રૅશ? કયા સ્ટૉક્સ કેટલા તૂટશે?
ફાઇલ તસવીર
શનિવારે મોડી સાંજથી આખો રવિવાર રોકાણકાર તેમ જ કૉર્પોરેટ વર્ગ અને ફાઇનૅન્શિયલ જગતમાં એક ચર્ચા જોરશોરમાં હતી કે આજે બજારમાં શું થશે? કડાકા-ધડાકા? ક્રૅશ? કયા સ્ટૉક્સ કેટલા તૂટશે? અદાણી ગ્રુપ કે અન્ય ગ્રુપના સ્ટૉક્સનું શું થશે? કે આખું માર્કેટ જ? ફરી વાર કુખ્યાત વિદેશી રિસર્ચ-બ્રોકિંગ કંપની હિંડનબર્ગનું ભૂત ભારતીય માર્કેટ પર ધૂણવા લાગ્યું છે. આ વખતે તો એણે અદાણી ગ્રુપ જ નહીં, નિયમન સંસ્થા SEBIનાં ચૅરપર્સન પર ગંભીર આક્ષેપ કર્યો છે જેને SEBI દ્વારા રદિયો આપી દેવાયો છે. જોકે માર્કેટનો માહોલ ડહોળાવાની શક્યતા વધી છે, પણ બજારના અનુભવીઓ અત્યારે તો આ સંભવિત અસરને ટૂંકા ગાળાની અસર તરીકે જોઈ રહ્યા છે.