ચીનના રીટેલ-ઇન્ડસ્ટ્રીઝ અને ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં યુઆનની મજબૂતી સામે ડૉલર નબળો પડતાં સોનું-ચાંદીમાં ઘટ્યા મથાળેથી ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ચીનના રીટેલ-ઇન્ડસ્ટ્રીઝ અને ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં યુઆનની મજબૂતી સામે ડૉલર નબળો પડતાં સોનું-ચાંદીમાં ઘટ્યા મથાળેથી ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૧૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૪૭ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
ચીનના રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન અને ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ડેટા બુલિશ આવતાં ચાઇનીઝ કરન્સી યુઆનની મજબૂતી સામે ડૉલર ઘટતાં સોનામાં શુક્રવાર બપોર બાદ ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. વળી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારતાં યુરો સુધરતાં ડૉલર ઘટ્યો હતો. ગુરુવારે અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા ધારણાથી સ્ટ્રૉન્ગ આવતાં એક તબક્કે ડૉલર વધીને છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં સોનું ઘટીને ૧૯૦૦.૩૦ ડૉલર થયું હતું, જેમાં શુક્રવાર સવારથી વધારો થઈને સોનાનો ભાવ વધીને ૧૯૨૦.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૧૭થી ૧૯૧૮ ડૉલર હતો. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં અપેક્ષાકૃત પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨૨ વર્ષની ઊંચાઈએ ૪.૫ ટકાએ પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈ ૨૦૨૨થી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કર્યા બાદ આ સતત દસમો વધારો કર્યો હતો. ઇન્ફ્લેશન ઘટવા લાગતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાઇકલ પૂરી થવાનો સંકેત આપ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૨૦૨૩ માટે હેડલાઇન ઇન્ફ્લેશનનો ટાર્ગેટ ૫.૬ ટકાનો અને ૨૦૨૪ માટે ૩.૨ ટકાનો આપ્યો હતો. યુરોપિયન ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ૬.૨ ટકા હતું. કોર ઇન્ફ્લેશન ૨૦૨૩માં ૫.૧ ટકા, ૨૦૨૪માં ૨.૯ ટકા અને ૨૦૨૫માં ૨.૨ ટકા રહેવાનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ગ્રોથરેટનું પ્રોજેક્શન ૨૦૨૩ માટે ૦.૭ ટકા, ૨૦૨૪ માટે એક ટકો અને ૨૦૨૫ માટે ૧.૫ ટકાનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું. ૨૦૨૫માં ઇન્ટરેસ્ટ રેટને ૨.૧ ટકા સુધી ઘટાડવાનો સંકેત આપ્યો હતો.
યુરો એરિયામાં વર્કરોને મળતાં વેતનમાં સેકન્ડ ક્વૉર્ટરમાં ૪.૬ ટકાનો વધારો થયો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૪.૯ ટકાનો વધારો થયો હતો. યુરો એરિયામાં ઇન્ફ્લેશનરી પ્રેશર વધી રહ્યું હોવાથી ઍવરેજ ૬.૨ ટકા ઇન્ફ્લેશનના રેટથી વર્કરોને ઘણું ઓછું વેતન મળી રહ્યું છે જે બતાવે છે કે રિયલ ઇકૉનૉમી ઝડપથી નબળી પડી રહી છે. મૅન્યુફૅક્ચરિંગ, યુટિલિટી, હોલસેલ-રીટેલ ટ્રેડ, અકોમોડેશન-ફૂડ સર્વિસ ઍક્ટિવિટી, ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન, ફાઇનૅન્શિયલ-ઇન્શ્યૉરન્સ ઍક્ટિવિટી અને રિયલ એસ્ટેટ ઍક્ટિવિટીમાં વેતનનો વધારો ધીમો પડી રહ્યો છે.
અમેરિકન રીટેલ સેલ્સમાં ઑગસ્ટમાં ૦.૬ ટકાનો વધારો થયો હતો, જેમાં જુલાઈમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો તેમ જ માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી એના કરતાં રીટેલ સેલ્સમાં વધુ વધારો થયો હતો. રીટેલ સેલ્સમાં વધારો થતાં ઊંચા ઇન્ફ્લેશન છતાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધ્યું હતું. ખાસ કરીને ગૅસોલિન સ્ટેશનના સેલ્સમાં સૌથી વધુ ૫.૨ ટકાનો વધારો થયો હતો. જોકે ગૅસોલિનના ભાવમાં ઑગસ્ટમાં ૧૦ ટકા વધારો થયો હતો.
અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૯મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૩૦૦૦ વધીને ૨.૨૦ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૫ લાખની હતી. ગયા સપ્તાહે અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ સાડાસાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. એક્ઝિસ્ટિંગ બેનિફિટ ૪૦૦૦ વધીને ૧૬.૮૮ લાખે પહોંચ્યા હતા જે એક મહિનાની નીચી સપાટીએ હતા.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને ગુરુવારે છ મહિનાની ઊંચાઈએ ૧૦૫ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકન રીટેલ સેલ્સના ડેટા બુલિશ આવતાં ફેડ લાંબા સમય સુધી ઇન્ટરેસ્ટ રેટ ઊંચા રાખશે એવી ધારણાને પગલે ડૉલર સુધર્યો હતો. ચીનના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતાં યુઆન અને યુરો સામે ડૉલર ઘટ્યો હતો. શુક્રવારે દિવસ દરમ્યાન ચીનના ઇકૉનૉમિક ડેટા બાદ ડૉલર ઘટ્યો હતો.
ચીનનો રીટેલ સેલ્સ ગ્રોથ ઑગસ્ટમાં ૪.૬ ટકા વધ્યો હતો જે જુલાઈમાં ૨.૫ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ત્રણ ટકાની હતી. રીટેલ સેલ્સ ગ્રોથ ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ખાસ કરીને ક્લોથ, શૂઝ, હેટ્સ અને ટેક્સટાઇલના સેલ્સમાં ૪.૫ ટકાનો, ફર્નિચરના સેલ્સમાં ૪.૮ ટકાનો, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટના સેલ્સમાં ૮.૫ ટકાનો, કૉસ્મેટિક્સના સેલ્સમાં ૯.૭ ટકાનો, ગોલ્ડ-સિલ્વર જ્વેલરીના સેલ્સમાં ૭.૨ ટકાનો અને ઑઇલ પ્રોડક્ટના સેલ્સમાં છ ટકાનો વધારો થયો હતો.
ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑગસ્ટમાં ૪.૫ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૩.૭ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૮ ટકા વધારાની હતી. ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો વધારો થયો હતો. મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી ૩.૯ ટકાના વધારાથી ૫.૪ ટકા વધી હતી અને પેટ્રોલિયમ-ગૅસનું એક્સટ્રેક્શન સૌથી વધુ ૭.૨ ટકા વધ્યું હતું.
ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૩ના પ્રથમ આઠ મહિનામાં ૩.૨ ટકા વધીને ૩૨.૭૦ ટ્રિલ્યન યુઆને પહોંચ્યું હતું જે માર્કેટની ૩.૩ ટકા વધારાની ધારણાથી ઓછું વધ્યું હતું તેમ જ જાન્યુઆરીથી જુલાઈમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૩.૪ ટકા વધ્યું
હતું. ચીનનાં નવાં રહેણાક મકાનોના ભાવ ટૉપ લેવલની ૭૦ સિટીમાં ઑગસ્ટમાં વાર્ષિક ધોરણે ૦.૧ ટકા ઘટ્યા હતા, પરંતુ મન્થ્લી યથાવત
રહ્યા હતા.
ચીનના અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને ૫.૨ ટકા રહ્યો હતો જે જુલાઈમાં ૫.૩ ટકા રહ્યો હતો. અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ફરી જૂનના ૧૬ મહિનાની નીચી સપાટીના લેવલે પહોંચ્યો હતો. ગવર્નમેન્ટનો અનએમ્પ્લૉયમેન્ટ રેટનો ટાર્ગેટ ૫.૫ ટકા છે અને ૧૨૦ લાખ નવી નોકરીઓ ઊભી કરવાની સરકારે જાહેરાત
કરી હતી.