સોનામાં પ્રતિ તોલાએ ૧૬૫૦ રૂપિયા તો ચાંદીમાં પ્રતિ કિલોએ ૧૯૦૦ રૂપિયાનો વધારો થયો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા અને ચીનમાં ચાલી રહેલી ટૅરિફ વૉરને લીધે વૈશ્વિક બજારમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે ત્યારે ગઈ કાલે ૯૮,૧૦૦ રૂપિયા પ્રતિ તોલાના ભાવ સાથે નવો રેકૉર્ડ કર્યો હતો. ઑલ ઇન્ડિયા સરાફા અસોસિએશનના જણાવ્યા મુજબ ૧૦ ગ્રામ ૯૯.૯ પ્યૉર ગોલ્ડના ભાવમાં ગઈ કાલે ૧૬૫૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. સિલ્વરના ભાવમાં પણ પ્રતિ કિલો ૧૯૦૦ રૂપિયાનો વધારો થયો હતો. ૯૯.૫ સોનાનો ભાવ ૯૭,૬૫૦ રૂપિયા પ્રતિ તોલા તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો ગઈ કાલે ૯૯,૪૦૦ રૂપિયા રહ્યો હતો.

