૨૦૨૬ના પ્રથમ ૨૧ દિવસમાં ગોલ્ડ ૨૧,૦૩૨ રૂપિયા મોંઘું થયું, ચાંદી ૮૮,૬૭૭ રૂપિયા વધી
પ્રતીકાત્મક તસવીર
સોનાની કિંમત ગઈ કાલે એટલે કે ૨૧ જાન્યુઆરીએ ઑલટાઇમ હાઈ થઈને ૧.૫૦ લાખ રૂપિયાને પાર કરી ગઈ હતી. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA) અનુસાર સોનું ગઈ કાલે ૧,૫૫,૨૦૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ખૂલ્યું હતું. એ પછી ભાવ ગગડ્યા હતા અને પછી છેલ્લે ૬૮૧૮ રૂપિયા વધીને ૧,૫૪,૨૨૭ રૂપિયા પર બંધ થયો હતો. મતલબ ૨૦૨૬નું વર્ષ શરૂ થયું ત્યારથી ૨૧ દિવસમાં સોનાનો ભાવ લગભગ ૨૧,૦૩૨ રૂપિયા વધી ગયો છે. ગઈ કાલે સોનાનો ભાવ ૧,૪૭,૪૦૯ રૂપિયા હતો. એક કિલો ચાંદીનો ભાવ ગઈ કાલે ૩,૨૦,૦૭૫ રૂપિયા ખૂલ્યો હતો અને પછી વધઘટ બાદ ૩,૧૯,૦૯૭ પર બંધ થયો હતો. ચાંદી આ વર્ષે ૨૧ દિવસમાં ૮૮,૬૭૭ રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. સોના-ચાંદીનો ભાવ ગઈ કાલે લગાતાર ત્રીજા દિવસે ઑલટાઇમ હાઈ હિટ થયો હતો.


