ઘઉંના ભાવ સપ્તાહમાં આઠ ટકાથી પણ વધુ ઘટી ગયા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ઘઉંના ભાવમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો અને શિકાગો ખાતે બેન્ચમાર્ક ઘઉં વાયદો ઘટીને ૨૧ મહિનાના તળિયે પહોંચ્યો હતો. અમેરિકામાં ઘઉં ઉત્પાદક વિસ્તારમાં વરસાદને પગલે સારા પાકના અંદાજ આવી રહ્યા હોવાથી ઘઉંના ભાવ ઘટ્યા હતા. બીજી તરફ રશિયાથી પણ ઘઉંની નિકાસ વધે એવી ચર્ચાએ જોર પકડ્યું હોવાથી એની અસર પણ હતી. ઘઉંને પગલે મકાઈ વાયદો પણ ઘટીને આઠ મહિનાના તળિયે પહોંચી ગયો હતો.
શિકાગો ખાતે બેન્ચમાર્ક ઘઉં વાયદો ૬.૫૧ ડૉલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યો હતો, જે જુલાઈ ૨૦૨૧ બાદની સૌથી નીચી સપાટી બતાવે છે. ઘઉંના ભાવ સપ્તાહમાં આઠ ટકાથી પણ વધુ ઘટી ગયા છે.
ADVERTISEMENT
અમેરિકન કૃષિ વિભાગે ચાલુ સપ્તાહે અહેવાલ આપ્યો હતો કે અમેરિકામાં શિયાળુ ઘઉંના ઊભા પાકમાંથી ૨૬ ટકા પાકની સ્થિતિ ખૂબ જ સારી છે, જે વર્ષ ૧૯૮૯ બાદની સૌથી નીચી ટકાવારી છે. અમેરિકામાં દુકાળને કારણે પાકની સ્થિતિ વિકટ છે, ત્યારે વરસાદ પડ્યો હોવાથી પાકને હવે ફાયદો થશે એવી ધારણાએ બજારો ઘટ્યાં હતાં. બજાર સૂત્રધારોને એવી આશા છે કે વરસાદને કારણે ઘઉંનો પાક પહેલાં કરતાં ઘણો સારો થશે.
કાળા સમુદ્રના દેશમાંથી અનાજની નિકાસ વિશે હજી અટકળો છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના વડાએ રશિયાને તેને સુધારવાની દરખાસ્તો સાથેનો પત્ર સોંપ્યાના એક દિવસ પછી આ ઘટાડો આવ્યો છે.
સેક્સો બૅન્કના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ‘બ્લૅક સી અનાજનો સોદો જોખમમાં છે એવી રશિયાની ચેતવણી છતાં ઘઉંના ભાવમાં નબળાઈ એ પૂરતી વૈશ્વિક પુરવઠાની સંભાવનાને કારણે પ્રેરિત હતી.
રશિયામાં હાલમાં આ વર્ષે મોટા પાકની લણણી થવાની ધારણા છે. જોકે ૨૦૨૨માં વિક્રમી જથ્થાથી ઓછો પાક છે, જ્યારે દુકાળગ્રસ્ત સ્પેન અને ઉત્તરી ઇટાલી સિવાય યુરોપિયન યુનિયનમાં પાકની સ્થિતિ અનુકૂળ છે.


