Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મની મેનેજમેન્ટ: શું તમને ખબર છે ગોલ્ડ બેઝ SIP છે બેસ્ટ, જાણો કેમ?

મની મેનેજમેન્ટ: શું તમને ખબર છે ગોલ્ડ બેઝ SIP છે બેસ્ટ, જાણો કેમ?

16 January, 2023 09:59 PM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખે જણાવેલી ટિપ્સ લઈને રોજ એક નવા મુદ્દા સાથે તમારી સામે હાજર છે. તો આજે વાંચો નિનાદ પરીખે જણાવેલ એસઆઈપી વિશે... એસઆઈપી શું છે અને તેમાં સૌથી બેસ્ટ શું?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

Money Management

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


મની મેનેજમેન્ટની વાત આવે એટલે તો કોઈક ધનાઢ્ય હોય કે મિડલ ક્લાસ વ્યક્તિ કે પછી લૉઅર ક્લાસ આજે પૈસા બચત કરવાની જરૂર દરેક વ્યક્તિને જણાય છે. પૈસો બચાવવાની સાથે જ તેમને મનમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આવક હોવી પણ જોઈએ તો બચાવીએ. હવે એવે વખતે વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે જે રીતે મની મેનેજ કરી લે છે તે જ બચત માટે પણ માણસે મની મેનેજ કરતા શીખી લેવું જોઈએ. આમ કરતા શીખ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે બચત કરેલો પૈસો વધારવો કેવી રીતે અથવા આપણી મૂડી કોઈ ઠગી ન લે અથવા લૂંટાઈ ન જાય તે માટે તેને કેવી રીતે સેફ મૂકી શકાય એ પણ જૂદો જ પ્રશ્ન છે. આથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી સાથે આ મુદ્દે સરળ શબ્દોમાં ગોષ્ઠિ માંડતા જાણીતા ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખે જણાવેલી ટિપ્સ લઈને રોજ એક નવા મુદ્દા સાથે તમારી સામે હાજર છે. તો આજે વાંચો નિનાદ પરીખે જણાવેલ એસઆઈપી વિશે... એસઆઈપી શું છે અને તેમાં સૌથી બેસ્ટ શું?

SIP એટલે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન. જે રીતે પોસ્ટ ઑફિસ કે બેન્કમાં રિકરિંગ ડિપૉઝિટ હોય કે દર મહિને અમુક ચોક્કસ રકમ તમારે ભરવી પડે અને 3-5 કે સાત વર્ષ સુધી ભર્યા બાદ તેમાં અમુક ટકા ગ્રો થાય તે જ રીતે SIP હોય છે. ચોક્કસ સમય માટે એક ચોક્કસ રકમ તમે ભરી શકો. 



SIP ત્રણ રીતે ભરી શકાય છે. 
1. તમે શૅર માર્કેટમાં પણ એસઆઈપીનો વિકલ્પ પસંદ કરી શકો છો.
2. બૉન્ડમાં પણ આ વિકલ્પ હોય છે.
3. ગોલ્ડમાં પણ તમે આ વિકલ્પ મેળવી શકો છો. 


શૅર માર્કેટ જે મ્યૂચ્યુલ ફંડમાં તમે એસઆઈપી શરૂ કરી શકો છો.

એક બૉન્ડ હોય છે જે ડેટ માર્કેટમાં થાય છે.


ત્રીજું છે ગોલ્ડ- ગોલ્ડ વિશે વધારે વિગતે જાણીએ તો દા. ત.  સોનું લેવા જઈએ તો આપણને આ સોનાની ઉપર તમને તેનું મેકિંગ લાગે છે. પછી તે તમે એક એક ગ્રામ લ્યો તો એ પ્રમાણેનું ઘડામણ અને 10 ગ્રામ ખરીદો તો એ પ્રકારનું મેકિંગ લાગે પણ ઘડામણનો ચાર્જ તો લાગતો જ હોય છે. તેવે વખતે જો તમે એસઆઈપી ભરો છો તો દરમહિને તમારા એક એક ગ્રામ પ્રમાણે તમારા એસઆઈપીમાં યુનિટ્સ જમા થાય છે. આગામી મહિને જો સોનાની કિંમતમાં વધારો કે ઘટાડો હોય તો તે પ્રમાણે તમારા સોનાના યુનિટ જમા થશે. એમ 3-5 કે આઠ વર્ષ થયા બાદ જે તમારો ટારગેટ હોય એટલું તમે જમા કરી શકો છો. આમ કરવાથી તમને મેકિંગ ચાર્જ અને ટેક્સ નહીં લાગે. આમ કરવાથી તમારે જ્યારે પણ યુનિટ એનકૅશ કરવા હોય ત્યારે તે એનકૅશ કરાવી શકો છો. સામાન્ય રીતે લોકોમાં આ ગેરસમજ છે કે એસઆઈપી એટલે માત્ર શૅર માર્કેટ હોય છે પણ એવું નથી હોતું. તમે ગોલ્ડમાં પણ એસઆઈપી કરી શકો છો.

આ પણ વાંચો : મની મેનેજમેન્ટ: કરિઅર અને સેવિંગ બન્ને કરવું છે સાથે શરૂ, તો અપનાવો આ સલાહ

એસઆઈપી તમે કોઈપણ કરો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે આ એસઆઈપી ગોલ્ડ બેઝ માટે કરો અને આની સાથે એટલિસ્ટ એસઆઈપી 5-7 વર્ષ ભરો પછી એનું બ્રેકઈવન કરો તો તેનો ફાયદો થાય. સામાન્ય રીતે માર્કેટ સાઈકલ 6થી 8 વર્ષનું હોય છે ત્યારે જો તમે બે સાઈકલ ફરો તો તમને એસઆઈપીનું સારું રિટર્ન પામી શકશો. જો માત્ર 3-4 વર્ષમાં તમે તમારી એસઆઈપી એનકેશ કરાવી લ્યો તો તમને એમાં ખાસ ફાયદો જોવા મળે નહીં. શૉર્ટ ટાઈમમાં એસઆઈપી ક્યારેય રિટર્ન આપી શકે નહીં.

આ પણ વાંચો : મની મેનેજમેન્ટ: વહેલું લેવું છે રિટાયરમેન્ટ? તો આજથી જ શરૂ કરી દો પ્લાનિંગ

નોંધ
એસઆઈપી હંમેશાં ગોલ્ડ બેઝ કરવી જોઈએ.
એસઆઈપી રિટર્ન એટલિસ્ટ 10-15 વર્ષ માટે ભરવી જોઈએ.
તમે જે તે લક્ષ્ય નક્કી કરીને એસઆઈપી ભરો છો તે પૂરું થાય પછી તેને એનકેશ અથવા બ્રેક કરો જેથી તમને સારું રિટર્ન મળે.

આ પણ વાંચો : મની મેનેજમેન્ટ: બચતમાંથી મુડી ઉભી કરવાના મહત્વના ત્રણ સ્ટેપ

ગોલ્ડ ફન્ડમાં એસઆઈપી કરવાથી થતા લાભ- 
1. તમારે ફિઝિકલ સોનું સાચવવાનો વારો આવતો નથી આથી તમારે લૉકર કે સેફ ચાર્જ બચે છે.
2. એક જ સોના પર તમારે વારંવાર ઘડામણનો ચાર્જ ભરવો પડતો નથી.
3. એક જ સોના પર તમારે વધારાનો ટેક્સ ભરવો પડતો નથી.
4. લાંબા સમયની ગોલ્ડ ફન્ડમાં એસઆઈપી ભરવાથી તમને મોટું રિટર્ન પણ જોવા મળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 09:59 PM IST | Mumbai | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK