એસ્સાર ઑઇલે વિસ્તરણ પ્લાન પૂરો કર્યો
રિફાઇનરીની કુલ કૅપેસિટી વધીને ૨૦૦ લાખ ટન જેટલી થઈ છે. વિસ્તરણ પ્રોજેક્ટ પાછળ કુલ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વાડીનાર રિફાઇનરી પાછળ અત્યાર સુધીમાં કુલ ૨૪,૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે.
વિસ્તરણ અગાઉ કૅપેસિટી ૧૦૫ લાખ ટનની હતી. એક્સપાન્શન પ્લાનમાં ૨૯ માર્ચ ૨૦૧૨ સુધીમાં ક્ષમતા વધીને ૧૮૦ લાખ ટન થઈ હતી. ત્યાર બાદ ૧૭૦૦ કરોડ રૂપિયાના વધારાના મૂડીખર્ચ બાદ હવે કૅપેસિટી ૨૦૦ લાખ ટનની થઈ છે.

