Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પૅસેન્જર વેહિકલનું વેચાણ એપ્રિલમાં ૧૩ ટકા વધ્યું

પૅસેન્જર વેહિકલનું વેચાણ એપ્રિલમાં ૧૩ ટકા વધ્યું

13 May, 2023 05:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૂ-વ્હીલરનું વેચાણ ૧૫ ટકા વધીને ૧૩.૩૮ લાખ યુનિટ થયું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


સ્થાનિક પૅસેન્જર વેહિકલ ડિસ્પેચમાં એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો, કારણ કે સમગ્ર સેગમેન્ટમાં માગ મજબૂત રહી હતી, એમ ઉદ્યોગ સંસ્થા સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચર્સે જણાવ્યું હતું. દેશમાં એપ્રિલ ૨૦૨૨માં ૨,૯૩,૦૦૩ એકમોની સરખામણીમાં ગયા મહિને કંપનીઓથી ડીલરોને કુલ પૅસેન્જર વાહનોનું ડિસ્પેચ વધીને ૩,૩૧,૨૭૮ યુનિટ થયું હતું.

માર્કેટ લીડર મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને ડીલરોને ૧,૩૭,૩૨૦ યુનિટ ડિસ્પેચ કર્યાં હતાં જે ગયા વર્ષે એપ્રિલમાં ૧,૨૧,૯૯૫ યુનિટ હતાં.



બીજી તરફ હ્યુન્દાઇ મોટર ઇન્ડિયાએ એપ્રિલમાં ૪૯૭૦૧ યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉના ગાળામાં ૪૪૦૦૧ યુનિટ હતું.


એ જ રીતે ગયા મહિને ટૂ-વ્હીલરનું ડિસ્પેચ ૧૫ ટકા વધીને ૧૩,૩૮,૫૮૮ યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉ ૧૧,૬૨,૫૮૨ યુનિટ હતું.

મોટરસાઇકલનું જથ્થાબંધ વેચાણ એપ્રિલ ૨૦૨૨માં ૭,૩૫,૩૬૦ યુનિટથી વધીને ૮,૩૯,૨૭૪ યુનિટ થયું હતું. એ જ રીતે એપ્રિલમાં સ્કૂટરનું ડિસ્પેચ વધીને ૪,૬૪,૩૮૯ યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના ગાળામાં ૩,૮૮,૪૪૨ યુનિટ હતું.


કુલ થ્રી-વ્હીલરનું વેચાણ એપ્રિલ ૨૦૨૨માં ૨૦૯૯૭ યુનિટથી વધીને આ વર્ષે ૪૨,૮૮૫ યુનિટ થયું હતું.

તમામ સેગમેન્ટ, પૅસેન્જર વાહનો, ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સે એપ્રિલ ૨૦૨૨ની સરખામણીએ એપ્રિલ ૨૦૨૩માં વૃદ્ધિ નોંધાવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉદ્યોગ એપ્રિલથી  બીએસવીઆઇ ફેઝ-ટૂ ઉત્સર્જન ધોરણો પર ખૂબ સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ છે એમ સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સના પ્રમુખ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2023 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK