તમારા બચત ખાતામાંથી સબસ્ક્રાઇબ કરીને એનો લાભ લઈ શકાય છે અને દર વર્ષે જૂનમાં એનું નવીનીકરણ કરી શકાય છે

પ્રતીકાત્મક તસવીર
ભારત સરકાર જીવન વીમો, અકસ્માત વીમો સહિતની અનેક સામાજિક સુરક્ષા યોજનાઓ ઑફર કરે છે. જો કોઈની પાસે બચત બૅન્ક ખાતું હોય તો એનો લાભ લઈ શકાય છે. તમારા બચત ખાતામાંથી સબસ્ક્રાઇબ કરીને એનો લાભ લઈ શકાય છે અને દર વર્ષે જૂનમાં એનું નવીનીકરણ કરી શકાય છે. આ યોજનાઓ છે...
- પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના નામે ઓળખાતી પર્સનલ ઍક્સિડન્ટ પૉલિસી.
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના તરીકે ઓળખાતી ટર્મ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી.
ચાલો એમના વિશે થોડી જાણકારી લઈએ...
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના - વ્યક્તિગત અકસ્માત વીમો
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એ ભારત સરકાર સમર્થિત અકસ્માત વીમા યોજના છે. એનો મૂળ ઉલ્લેખ ફેબ્રુઆરી ૨૦૧૫માં તત્કાલીન નાણાપ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલીએ કર્યો હતો. એની ખાસિયત આ પ્રમાણે છે...
- આ એક વ્યક્તિગત અકસ્માત વીમા કવચ છે
- પાત્રતા : ૧૮થી ૭૦ વર્ષના વય જૂથની બૅન્ક ખાતું ધરાવતી વ્યક્તિઓ
- આકસ્મિક મૃત્યુ અથવા કાયમી કુલ પંગુતાની સ્થિતિમાં વીમાની રકમ બે લાખ રૂપિયા અને કાયમી આંશિક પંગુતા માટે એક લાખ રૂપિયા
- પ્રીમિયમ: વાર્ષિક ૨૦ રૂપિયા
- બૅન્કની વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકાય છે
- પૉલિસીનું પ્રીમિયમ વાર્ષિક ધોરણે જૂનમાં કાપવામાં આવે છે
- દાવા માટે જરૂરી દસ્તાવેજો : આકસ્મિક મૃત્યુ માટે મૃત્યુ પ્રમાણપત્ર. પંગુતાના દાવા માટે પોલીસ ફરિયાદ અને હૉસ્પિટલના રેકૉર્ડ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના - ટર્મ લાઇફ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ભારતમાં સરકાર સમર્થિત જીવન વીમા યોજના છે. મે ૨૦૧૫ સુધીમાં ભારતની માત્ર ૨૦ ટકા વસ્તી પાસે કોઈ પણ પ્રકારનો વીમો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ વીમાનું કવચ મોટી સંખ્યામાં નાગરિકોને મળે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. એની ખાસિયતો આ પ્રમાણે છે...
- ૧૮થી ૫૦ વર્ષની વય વચ્ચેના સેવિંગ્સ બૅન્કના ખાતાધારકો માટે ઉપલબ્ધ ટર્મ ઇન્શ્યૉરન્સ છે.
- બે લાખ રૂપિયાનું વીમા કવચ.
- પ્રીમિયમ વાર્ષિક ૪૩૬ રૂપિયા. ૧૮થી ૫૦ વર્ષની વય સુધી સમાન રહે છે.
દસ્તાવેજો : પૉલિસી ઘોષણાપત્રમાં ઉલ્લેખીત કોઈ પણ ગંભીર બીમારીથી પીડિત નથી એના પુરાવા તરીકે સ્વ-પ્રમાણિત (સેલ્ફ એટેસ્ટેડ) તબીબી પ્રમાણપત્ર. - પંચાવન વર્ષની ઉંમર સુધીનું કવચ.
- બૅન્કની વૅબસાઇટ મારફતે ઑનલાઇન અરજી પણ કરી શકાય છે.
- પૉલિસી પ્રીમિયમ વાર્ષિક ધોરણે જૂનમાં કાપવામાં આવે છે.
- જો કોઈ વ્યક્તિ થોડાં વર્ષો પછી પ્રીમિયમ ભરવાનું બંધ કરીને પૉલિસી બંધ કરાવી દે તો પણ પછીથી સારા સ્વાસ્થ્યનું પ્રમાણપત્ર રજૂ કરીને ફરીથી જોડાઈ શકાય છે.
- દાવા માટે જરૂરી દસ્તાવેજો : મૃત્યુ પ્રમાણપત્ર અને ક્લેમ ફૉર્મ રજૂ કરીને દાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.
સવાલ તમારા...
પ્રશ્ન : મારી પાસે ત્રણ બૅન્કમાં સેવિંગ્સ બૅન્ક ખાતાં છે. શું હું આ ત્રણે પાસેથી ઉક્ત યોજનાઓ હેઠળ વીમા મેળવી શકું?
જવાબ : કોઈ પણ એક બૅન્ક ખાતામાંથી એક પૉલિસી જ લઈ શકાય છે.
પ્રશ્ન : શું વીમાનું પ્રીમિયમ દર વર્ષે બદલાય છે અને શું એ બધી બૅન્કોમાં સમાન છે?
ઉત્તર : સરકારના ધોરણ મુજબ પ્રીમિયમ બદલાય છે અને તમામ બૅન્કોમાં સમાન રહે છે.
પ્રશ્ન : શું કોઈ વ્યક્તિ વર્ષની મધ્યમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં સબસ્ક્રાઇબ કરી શકે છે?
ઉત્તર : હા, વર્ષની મધ્યમાં પણ સબસ્ક્રાઇબ કરી શકાય છે. એ સ્થિતિમાં પ્રીમિયમ નીચે મુજબ હોય છે...
પ્રશ્ન : પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કેવી રીતે કામ કરે છે?
ઉત્તર : આ યોજના હેઠળ મળતા લાભ આ પ્રમાણે છે...