માર્કેટનું એકંદર કૅપિટલાઇઝેશન ૩.૬૩ ટકાના ઘટાડા સાથે ૩.૪૭ ટ્રિલ્યન ડૉલર થયું હતું. ઘટેલા અન્ય કૉઇનમાં સોલાના ૮.૪૬ ટકા, ડોઝકૉઇન ૭.૪૩ ટકા, કાર્ડાનો ૬.૯૩ ટકા, ટ્રોન ૩.૧૬ ટકા અને ચેઇનલિન્ક ૫.૬૩ ટકાનો સમાવેશ થાય છે.
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચીનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ઍપ્લિકેશન–ડીપસીકની લોકપ્રિયતા વધવાની અસર હેઠળ સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. એક તબક્કે બિટકૉઇનનો ભાવ એક લાખ ડૉલરની નીચે પહોંચી ગયો હતો. પછીથી એમાં સુધારો થતાં આ લખાઈ રહ્યું છે એ સમયે ભાવ ૩.૨૧ ટકાના ઘટાડા સાથે ૧,૦૧,૬૬૧ ડૉલર ચાલી રહ્યો છે. આ જ રીતે ઇથેરિયમ અને એક્સઆરપીમાં અનુક્રમે ૫.૪૮ ટકા અને ૪.૬૪ ટકાનો ઘટાડો થયો હતો.
બીજી બાજુ માર્કેટનું એકંદર કૅપિટલાઇઝેશન ૩.૬૩ ટકાના ઘટાડા સાથે ૩.૪૭ ટ્રિલ્યન ડૉલર થયું હતું. ઘટેલા અન્ય કૉઇનમાં સોલાના ૮.૪૬ ટકા, ડોઝકૉઇન ૭.૪૩ ટકા, કાર્ડાનો ૬.૯૩ ટકા, ટ્રોન ૩.૧૬ ટકા અને ચેઇનલિન્ક ૫.૬૩ ટકાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ વિશ્વની સૌથી મોટી બિટકૉઇન હોલ્ડર કંપની માઇક્રોસ્ટ્રૅટેજીએ વધુ ૧.૧ અબજ ડૉલરના બિટકૉઇનની ખરીદી કરતાં એની પાસેનો સંગ્રહ ૪,૭૧,૧૦૧ ટોકન થઈ ગયો છે. એ સરેરાશ ૧,૦૫,૫૯૬ ડૉલરના ભાવે નવી ખરીદી કરી હતી. આમ કંપની પાસેના બિટકોઇનના સંગ્રહનું મૂલ્ય આશરે પચાસ અબજ ડૉલર થઈ ગયું છે.


