જોકે ક્રિપ્ટો ક્ષેત્રના લોકોએ આ ખરડાની ટીકા કરી છે. કોઈ પણ ડિજિટલ ઍસેટ સરકારની ઇચ્છા મુજબ સરકારના હસ્તક લેવાવી જોઈએ નહીં, એવું લોકોનું કહેવું છે.
પ્રતીકાત્મક તસવીર
કૅલિફૉર્નિયાની ધારાસભાએ ત્રણ વર્ષ સુધી કોઈના દાવા વગર રહેલી અર્થાત્ નધણિયાતી બિટકૉઇન સહિતની ડિજિટલ ઍસેટ્સ સરકાર હસ્તક કરી લેવા માટેનો ખરડો પસાર કર્યો છે. આ ખરડો બહુમતીથી મંજૂર થયા બાદ હવે એને કૅલિફૉર્નિયાની સેનેટમાં મોકલવામાં આવશે. સરકાર કોઈ પણ ક્રિપ્ટોકરન્સીને વેચી નહીં શકે. એને ફક્ત કસ્ટોડિયન તરીકેનો કામચલાઉ હક મળશે એવી જોગવાઈ ખરડામાં કરવામાં આવી છે. જોકે ક્રિપ્ટો ક્ષેત્રના લોકોએ આ ખરડાની ટીકા કરી છે. કોઈ પણ ડિજિટલ ઍસેટ સરકારની ઇચ્છા મુજબ સરકારના હસ્તક લેવાવી જોઈએ નહીં, એવું લોકોનું કહેવું છે.
દરમ્યાન, ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૦.૪૪ ટકા ઘટીને ૩.૨૯ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનનો ભાવ ૦.૩૮ ટકા ઘટીને ૧,૦૪,૪૭૭ ડૉલર થયો હતો. ઇથેરિયમ ૧.૩૩ ટકાના ઘટાડા સાથે ૨૫૯૨ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. એક્સઆરપીમાં ૧.૭૯ ટકા ઘટાડા સાથે ભાવ ૨.૨૦ ડૉલર પર પહોંચ્યો હતો.

