Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી બૅન્કમાં 640નું ગાબડું

નિફ્ટી બૅન્કમાં 640નું ગાબડું

30 May, 2024 08:08 AM IST | Mumbai
Kanu J Dave | feedbackgmd@mid-day.com

રેટિંગ એજન્સી એસઍન્ડપીએ ભારતનું આઉટલુક સુધાર્યું તો પણ બૅન્કિંગ-ફાઇનૅન્સ શૅરોમાં વેચવાલી : બૅન્ક નિફ્ટીની એક્સપાયરીના દિવસે નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૌથી વધુ ઘટ્યો : આ ઇન્ડેક્સના ઇન્શ્યૉરન્સ શૅરોની આગેવાનીમાં તમામ 20 શૅરો ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


વાયદાવાળા પાંચ ઇન્ડેક્સમાંથી મંગળવારે સૌથી વધુ નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ 1.65 ટકા, 361 પૉઇન્ટ્સ ઘટી 21620 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના તમામ 20 શૅરો ડાઉન હતા. એમાં સૌથી વધુ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ 4 ટકા, 24 રૂપિયા ઘટીને 558 પર આવી ગયો હતો. વૉલ્યુમમાં ડિલિવરીનું પ્રમાણ 69 ટકા, ઘણું વધારે હતું. સાપ્તાહિક અને માસિક બૉટમ 552ના સ્તરે છે એથી 550 તૂટે તો ઘટાડો આગળ વધી શકે છે. એચડીએફસી એએમસી અને એચડીએફસી લાઇફ બન્ને 3 ટકા ઘટી અનુક્રમે 3894 રૂપિયા અને 561 રૂપિયા બંધ થયા હતા.

એચડીએફસી એએમસીમાં 45 ટકા અને લાઇફમાં 60 ટકા ડિલિવરી ઊતરી હતી. આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્શ્યૉરન્સ પોણાત્રણ ટકા ઘટી 58 ટકા ડિલિવરી વૉલ્યુમે 44 રૂપિયા ગુમાવી 1591 રૂપિયા થયો હતો. એસબીઆઇ લાઇફ અઢી ટકા, 37 રૂપિયાના લોસે 1414 રૂપિયા થઈ ગયો હતો. ડિલિવરી વૉલ્યુમ 57 ટકા હતું.બૅન્ક નિફ્ટીમાં બુધવારે મે વાયદાનો અને સાપ્તાહિક ઑપ્શન્સનો એક્સપાયરીનો દિવસ હતો. આ ઇન્ડેક્સે 1.30 ટકા, 641 પૉઇન્ટ્સના ગાબડા સાથે 48501 બંધ આપ્યું હતું. બૅન્ક નિફ્ટીના 12માંથી 7 શૅરોએ નેગેટિવ બંધ આપ્યું એમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક 2 ટકાના લોસમાં 23 રૂપિયા ઘટી 1104 થયો હતો. 58 ટકા ડિલિવરી ઊતરી હતી. આ શૅરનો નિફ્ટીના ઘટાડામાં 37 અને બૅન્ક નિફ્ટીના ઘટાડામાં 258 પૉઇન્ટનો ફાળો હતો. વધારે વેઇટેજવાળો એચડીએફસી બૅન્ક પણ 1.60 ટકા ઘટી 60 ટકા ડિલિવરી વૉલ્યુમે 1506 રૂપિયા થઈ ગયો હતો. આ શૅરે બૅન્ક નિફ્ટીમાં 281 પૉઇન્ટ અને નિફ્ટીમાં 41 પૉઇન્ટનાં ગાબડાં પાડ્યાં હતાં.


એસઍન્ડપી ગ્લોબલે ભારતનું  સૉવરિન (સાર્વભૌમ) લૉન્ગ ટર્મ રેટિંગ BBB- યથાવત રાખીને આઉટલુક સ્ટૅબલથી સુધારીને પૉઝિટિવ કર્યું હતું. મજબૂત વિકાસ અને સરકારી ખર્ચની સુધરેલી ગુણવત્તાને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરાયો હતો. ભારત સરકાર સાવચેતીપૂર્ણ રાજકોષીય અને નાણાનીતિનો અમલ કરી વધી ગયેલી ખાધને લક્ષ્યાંક અનુસારના પ્રમાણ સુધી ઘટાડી ડેબ્ટ અને વ્યાજનો બોજ હળવો કરે તો આગામી બે વર્ષમાં એ ભારતનું રેટિંગ સુધારી શકે છે એવી હૈયાધારણ એસઍન્ડપીએ આપી હતી. જોકે આ સમાચાર પછી પણ બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં મોટા પ્રમાણમાં ડિલિવરી આધારિત સેલિંગ આવ્યું હતું. ત્રણેય રેટિંગ એજન્સીઓ એસઍન્ડપી, ફીચ અને મૂડીઝે ભારતને નિમ્નતમ રોકાણ ગ્રેડનું રેટિંગ આપ્યું છે અને બાકીની બે એજન્સીઓએ હજી આઉટલુક સ્ટૅબલ પરથી પૉઝિટિવ કર્યું નથી એ બાબતની પણ નોંધ લેવી ઘટે.

નિફ્ટી ડાઉન, પણ નોવેલિસના આઇપીઓના ન્યુઝે હિન્દાલ્કો ચમક્યો


નિફ્ટી 0.80 ટકા, 183 પૉઇન્ટ ઘટી 22704ના લેવલે આવી ગયો હતો. 50માંથી 37 શૅરો ડિક્લાઇનિંગ મોડમાં હતા. આ ઇન્ડેક્સના વધુ ઘટનારા શૅરોમાં એચડીએફસી લાઇફ 3 ટકા ઘટી 561 રૂપિયા, એસબીઆઇ લાઇફ અઢી ટકા ઘટી 1414 રૂપિયા, ટેક મહિન્દ્ર સવાબે ટકા ડાઉન થઈ 1283 રૂપિયા અને બજાજ ફિનસર્વ બે ટકાના નુકસાને 1567 રૂપિયાનો સમાવેશ થતો હતો. જોકે હિન્દાલ્કોએ સાડાત્રણ ટકા વધી 705 બંધ આપ્યું હતું. કંપનીની પૂર્ણ માલિકીની કંપની નોવેલિસે શૅરનો આઇપીઓ 18થી 21 ડૉલરના ભાવે લાવવાની જાહેરાત કરી એની સાનુકૂળ અસર થઈ હતી. 4 કરોડ 50 લાખ શૅરોના આ ઇશ્યુમાં 67.5 લાખ વધારે શૅરોની ફાળવણી (ગ્રીન શુ ઑપ્શન) પણ છે. શૅરનું લિસ્ટિંગ ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જ પર થવાનું હોવાથી ઍલ્યુમિનિયમ ઉદ્યોગના આ જૂથના શૅરોમાં એક્સપોઝર લેનારા વિદેશી રોકાણકારો હવે ભારતમાં હિન્દાલ્કો અને યુએસમાં નોવેલિસમાંથી યોગ્ય પસંદગી કરી શકશે. એથી બજારની નજર નોવેલિસના આઇપીઓ પર રહેશે.          

નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 0.69 ટકા, 475 પૉઇન્ટ ઘટી 68070 બંધ રહ્યો હતો. 50માંથી 36 શૅરો ઘટ્યા એમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ ટૉપ પર હતો. ઇન્ટરનેટ બુકિંગની કામગીરી નબળી રહેવાથી માર્જિન ઘટાડા સાથે ખરાબ પરિણામો આપનાર આઇઆરસીટીસી 4 ટકા, 38 રૂપિયા ઘટી છેલ્લે 1044 રૂપિયા રહ્યો હતો. ઇન્ડિગો સાડાત્રણ ટકા ઘટી 4052 રૂપિયા થયો હતો. ડાબર પોણાત્રણ ટકાના લોસે 555ના લેવલે વિરમ્યો હતો. જોકે આ જ ઇન્ડેક્સનો પ્રતિનિધિ સંવર્ધન મધરસન સારાં પરિણામો અને એક રૂપિયાના શૅર દીઠ 80 પૈસાના ડિવિડન્ડની જાહેરાતના પગલે 4 ટકા સુધરી 148 રૂપિયા બંધ રહ્યો હતો.                    

નિફ્ટી મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.49 ટકા, 57 પૉઇન્ટ્સ ઘટી 11526 રહ્યો હતો. 25માંથી 18 શૅરો ગબડ્યા હતા. સૌથી વધુ એચડીએફસી એએમસી 3 ટકા ઘટ્યો હતો. મિડકૅપ સિલેક્ટના અશોક લેલૅન્ડ, એસ્ટ્રાલ, એચપીસીએલ અને પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ પણ સવાથી બે ટકા ઘટી અનુક્રમે 222, 2110, 538 અને 3570 રૂપિયા બંધ રહ્યા હતા.

સેન્સેક્સે પણ 0.89 ટકા, 668 પૉઇન્ટના લોસે 74503નું ક્લોઝિંગ આપ્યું હતું. બૅન્કેક્સ 1.37 ટકા, 769 પૉઇન્ટ્સ ઘટી 55310 બંધ રહ્યો હતો. બૅન્કેક્સના 10માંથી 8, સેન્સેક્સના 30માંથી 24 શૅરો ઘટ્યા હતા. 

રિઝલ્ટ અને સમાચારવાળા આ શૅરોમાં વધ-ઘટ

કૅમ્પસ ઍક્ટિવવેર 27 ગણા વૉલ્યુમે 19 ટકા વધી 297 રૂપિયા થયો હતો. કંપનીનાં સારાં પરિણામો અને દેવું ચૂકતે કરવાની અસર હતી. 
માઝગાવ ડૉક પણ સારાં પરિણામોના પગલે 11 ટકા વધી 3358 રૂપિયા થયો હતો.
સુમિટોમો કેમિકલ મંગળવારના કૉન્ફરન્સ કૉલ પછી બુધવારે સપ્તાહની ઍવરેજથી બમણા વૉલ્યુમે 9 ટકા વધી 488 રૂપિયા બંધ આવ્યો હતો. 
ઈઆઇડી પેરી પણ કૉન્ફરન્સ કૉલ પછી 8 ગણા વૉલ્યુમે 8 ટકા વધી 686 રૂપિયા રહ્યો હતો.

એનએસઈના 77માંથી 64 ઇન્ડેક્સ ડાઉન

એનએસઈના 77 ઇન્ડેક્સમાંથી 64 ઘટીને બંધ રહ્યા હતા. સૌથી વધુ નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ 25/50 ઇન્ડેક્સ 1.76 ટકા ઘટી 23472 બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક 1.36 ટકા ઘટી 24026, સર્વિસ સેક્ટર 1.09 ટકાના લોસે 28312, ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ 1.01 ટકા ઘટી 11684 અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1 ટકાના નુકસાને 33542 થઈ ગયા હતા. 

એફઍન્ડઓ સ્કૅનર: ઇન્ડેક્સ વાયદાઓમાં ઓપન ઇન્ટરેસ્ટ

સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ અને એક્ચ્યુઅલ પરિણામો આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઇન્ડેક્સના જૂન વાયદાઓમાં કૉન્ટ્રૅક્ટ્સમાં ઓપન ઇન્ટરેસ્ટ મતલબ કેટલું ઓળિયું ઊભું છે એ જાણી લઈએ. મિડકૅપ નિફ્ટી 25369, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ 1163, બૅન્ક નિફ્ટી 1,52,593, નિફ્ટી 3,77,282 અને નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 436. આ ઇન્ડેક્સના ઓપન ઇન્ટરેસ્ટ પર ધ્યાન રાખી સાવચેતીપૂર્વક સોદા કરશો.  

માર્કેટ બ્રેડ્થ નબળી

એનએસઈના 2719 ટ્રેડેડ શૅરોમાંથી 1483 ગબડ્યા, 1126 વધ્યા અને 110 એ જ બંધ ભાવે રહ્યા હતા. 52 સપ્તાહની ટોચે 74 તો બૉટમે 40 શૅરો પહોંચ્યા હતા. અપર સર્કિટે 107 પણ લોઅર સર્કિટે 98 શૅરો હતા.

મોટા રોકાણકારોની નજરે.....

ટ્રેન્ટ : વર્તમાન ભાવ 4668

મૉર્ગન સ્ટૅનલીનો ટાર્ગેટ 4817 રૂપિયા, સંભવિત લાભ 149 રૂપિયા, 3.19 ટકા

હિન્દાલ્કો : વર્તમાન ભાવ 705

સીએલએસએનો ટાર્ગેટ 770 રૂપિયા, સંભવિત લાભ 65 રૂપિયા, 9.22 ટકા

ઑઇલ ઇન્ડિયા : વર્તમાન

ભાવ 637

એમ્કેનો ટાર્ગેટ 800 રૂપિયા, સંભવિત લાભ 168 રૂપિયા, 23.12 ટકા

નાટ્કો ફાર્મા : વર્તમાન ભાવ 1041

નુવામાનો ટાર્ગેટ 1200 રૂપિયા, સંભવિત લાભ 159 રૂપિયા,

22.55 ટકા

સુઝલોન : વર્તમાન ભાવ 46.15

નુવામાનો ટાર્ગેટ 53 રૂપિયા, સંભવિત લાભ 6.85 રૂપિયા,

0.97 ટકા

આઇનોક્સ વિન્ડ : વર્તમાન

ભાવ 142

-નુવામાનો ટાર્ગેટ 193 રૂપિયા, સંભવિત લાભ 51 રૂપિયા,

7.23 ટકા

એલઆઇસી : વર્તમાન ભાવ 998

-મોતીલાલ ઓસ્વાલ (MOSL)નો ટાર્ગેટ 1270 રૂપિયા, સંભવિત લાભ 272 રૂપિયા, 38.58 ટકા

-ગોલ્ડમૅન સાક્સનો ટાર્ગેટ 950 રૂપિયા, સંભવિત લાભ 48 રૂપિયા, 6.81 ટકા

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2024 08:08 AM IST | Mumbai | Kanu J Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK