Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > World Cup 2019: ક્રિશ ગેલને મળી નવી જવાબદારી, મળ્યું આ પદ

World Cup 2019: ક્રિશ ગેલને મળી નવી જવાબદારી, મળ્યું આ પદ

07 May, 2019 12:37 PM IST |

World Cup 2019: ક્રિશ ગેલને મળી નવી જવાબદારી, મળ્યું આ પદ

39 વર્ષીય ક્રિસ ગેલનો આ છેલ્લા ક્રિકેટ વર્લ્ડ કપ

39 વર્ષીય ક્રિસ ગેલનો આ છેલ્લા ક્રિકેટ વર્લ્ડ કપ


ક્રિકેટ વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે. ત્યારે તમામ ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. તો બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે મહત્વની જવાબદારી સોપી છે. જોકે 39 વર્ષીય ક્રિસ ગેલનો આ છેલ્લા ક્રિકેટ વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે.

ક્રિસ ગેલને સોપાઇ મહત્વની જવાબદારી



વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ પહેલા ક્રિસ ગેલને મહત્વની જવાબદારી સોપી છે. ક્રિસ ગેલને વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડ માટે ટીમનો વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સ્ટેપ વેસ્ટ ઈન્ડિઝમાં બદલાયેલા મેનેજમેન્ટ પછી નવા મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ક્રિશ ગેલને વાઈસ કેપ્ટન જ્યારે જેસન હોલ્ડરને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ક્રિશ ગેલ આ પહેલા ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. ક્રિશ ગેલ 2010માં વેસ્ટ ઈન્ડિઝ ટીમનો કેપ્ટન હતો.


શું કહ્યું ક્રિસ ગેલે

વાઈસ કેપ્ટન બન્યા પછી ક્રિશ ગેલે કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝને રિપ્રઝેન્ટ કરવી હંમેશા મારી માટે સન્માનની વાત રહી છે અને આ વર્લ્ડ કપ માટે ખાસ રહેશે. સીનિયર પ્લેયર હોવાના કારણે મારુ કામ છે કે ટીમના કેપ્ટનને મદદરુપ થઈ શકુ. ટીમથી મને ઘણી આશા છે અને આશા છે કે વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર્સ માટે અમે ખાસ કરી શકીશું.


આ પણ વાંચો: વિરાટ કોહલીની સફળતા પર બનેલી બુક 'ધ મેકિંગ ઓફ અ ચેમ્પિયન' લોન્ચ

વર્લ્ડ કપ પહેલા આયરલેન્ડ સામે સીરિઝ રમી રહી છે

હાલ વેસ્ટ ઈન્ડિઝ ટીમ આયરલેન્ડ સાથે વન-ડે સિરીઝ રમી રહી છે જેમા શાઈ હોપને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ નવી છે. ક્રિશ ગેલનો આટલા વર્ષનો અનુભવ ટીમને જીત માટે ઘણો મદદરુપ થઈ શકશે જેને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ દ્વારા વર્લ્ડ કપ માટે ક્રિશ ગેલને વાઈસ કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 12:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK