ભારતના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તે ગણતરીના સ્પૉર્ટ્સ સ્ટાર્સમાં સામેલ છે, જેમની રિટાયરમેન્ટ પછી પણ ફૅન ફૉલોઇંગમાં ઘટાડો નથી થયો. તેનું તાજેતરનું ઉદાહરણ તે સમય જોવા મળ્યો જ્યારે એક વૃદ્ધ મહિલા ન તો ફક્ત તેને મળવા ત્યાં પહોંચી પણ તેણે આશીર્વાદ અને સલાહ પણ આપી. પોતાના વૃદ્ધ ચાહકને ધોની ખૂબ જ સરળતાથી મળ્યો.
આ દરમિયાન ધોનીને વૃદ્ધ મહિલાએ સલાહ આપી કે દીકરો થાય તો તેનું નામ રોશન જ રાખજે. તે વિશ્વમાં તારું નામ રોશન કરશે. હકીકતે કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ ભારતીય કૅપ્ટન મુંબઇમાં એક શૂટમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેમને મળવા માટે એક વૃદ્ધ મહિલા ત્યાં પહોંચી. મહિલાએ ધોની સાથે વાત કરતા તેણે જણાવ્યું કે તેની પાસે 5 હજાર સ્ક્વેર ફૂટના દુકાન અને મકાન છે.
તેમણે કહ્યું કે મારા 5 દીકરા છે અને હવે હું મારા પૌત્રો સાથે સમય પસાર કરું છું. આ અંગે ધોનીએ જવાબ આપ્યો કે આ સૌથી સારો સમય છે. તમે પૌત્ર- પૌત્રીઓ સાથે સમય પસાર કરો છો. તેના પછી વૃદ્ધ મહિલાએ ધોનીને પૂછ્યું કે તમારા કેટલા બાળકો છે? તેનો જવાબ આપતા ધોનીએ કહ્યું એક છે. મહિલા ફૅને પૂછ્યું દીકરો છે? તો ધોની જણાવે છે કે નહીં દીકરી છે.
View this post on Instagram
તેના પછી મહિલા કહે છે કે હવે દીકરો થાય તો તેનું નામ રોશન રાખજો. તે તમારું નામ રોશન કરશે. મારી દુઆઓ તમારી સાથે છે. આ દરમિયાન મહિલાના બધા દીકરા પણ સાથે હતા. ધોનીએ 2020માં 15 ઑગસ્ટના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આઇપીએલ-14માં તેમના ફૅન એકવાર ફરી તેમને મેદાન પર રમતા જોઇ શકાશે.
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST