Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર વધારે કમાણી કરતા ટૉપ 10માં રોનાલ્ડો સાથે જોડાયો વિરાટ

ઇન્સ્ટાગ્રામ પર વધારે કમાણી કરતા ટૉપ 10માં રોનાલ્ડો સાથે જોડાયો વિરાટ

06 June, 2020 11:10 AM IST | New Delhi
Agencies

ઇન્સ્ટાગ્રામ પર વધારે કમાણી કરતા ટૉપ 10માં રોનાલ્ડો સાથે જોડાયો વિરાટ

વિરાટ કોહલી

વિરાટ કોહલી


સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે કમાણી કરતા ટૉપ ટેન ઍથ્લિટોની યાદીમાં હવે વિરાટ કોહલીનું નામ પણ સામેલ થયું છે. ૧૨ માર્ચથી ૧૪ મે સુધીના આંકડા મુજબ કોહલીએ આ મુકામ હાંસલ કર્યું હતું. આ યાદીમાં કોહલી ૩,૭૬,૨૯૪ પાઉન્ડ (અંદાજે ૩,૪૭,૨૩,૪૫૮ રૂપિયા) સાથે છઠ્ઠા ક્રમે છે. આ સમયગાળા દરમ્યાન કોહલીએ માત્ર ત્રણ ફોટો અપલોડ કર્યા હતા અને પ્રત્યેક ફોટોદીઠ તેણે ૧,૨૬,૪૩૧ પાઉન્ડ (અંદાજે ૧,૨૦,૯૭,૦૫૯ રૂપિયા)ની કમાણી કરી હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ યાદીમાં પહેલા ક્રમે છે અને એક પોસ્ટ પર તે અંદાજે ૧૦,૮૦,૦૦૦ પાઉન્ડની કમાણી કરે છે. મેસી અને નેમાર બીજા અને ત્રીજા ક્રમે છે, જેમને એક પોસ્ટ પર અંદાજે ૧૦,૨૦,૦૦૦ અને ૧૦,૧૦,૦૦૦ પાઉન્ડ મળે છે. આ પ્લેયર ઉપરાંત બાસ્કેટબૉલ પ્લેયર શકીલ ઓનિયલ, ઇંગ્લૅન્ડ ફુટબોલર ડેવિડ બૅકહૅમ, ઝલતન ઇબ્રાહિમોવિક, ડ્વેઇન વેડ, ડૅની આલ્વેશ અને ઍન્ટની જોશુઆનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 11:10 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK