વૉર્નરની ફટકાબાજીનો જવાબ ગેઇલ અને વિરાટે ભેગા મળીને આપી દીધો

Published: 8th October, 2011 17:30 IST

બૅન્ગલોરમાં ગઈ કાલે ચૅમ્પિયન્સ લીગની પ્રથમ સેમી ફાઇનલમાં ઊજવવામાં આવેલા રનોત્સવમાં ન્યુ સાઉથ વેલ્સના ઓપનરે ૧૧ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૧૨૩ રન કર્યા તો બૅન્ગલોરના બે બળવાનોએ પણ છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને ટીમને ફાઇનલમાં પહોંચાડીબૅન્ગલોર: બૅન્ગલોરમાં ગઈ કાલે ચૅમ્પિયન્સ લીગની પ્રથમ સેમી ફાઇનલમાં ઊજવવામાં આવેલા રનોત્સવમાં ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝના ઓપનર ડેવિડ વૉર્નર (૧૨૩ નૉટઆઉટ, ૬૮ બૉલ, ૧૧ સિક્સર, ૬ ફોર)ની મહેનત પર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ઓપનર ક્રિસ ગેઇલ (૯૨ રન, ૪૧ બૉલ, ૮ સિક્સર, ૮ ફોર) તેમ જ મૅન ઑફ ધ મૅચ વિરાટ કોહલી (૮૪ નૉટઆઉટ, ૪૯ બૉલ, ૩ સિક્સર, ૧૦ ફોર)એ ભેગા મળીને
પાણી ફેરવી દીધું હતું. બૅન્ગલોર આ હાઈ-સ્કોરિંગ મૅચ જીતીને આવતી કાલની ફાઇનલમાં પહોંચી ગયું છે.

ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝે બૅટિંગ મળ્યા પછી બે વિકેટે ૨૦૩ રન કર્યા હતા. વૉર્નર ઉપરાંત ડેનિયલ સ્મિથ (૬૨ રન, ૪૨ બૉલ, ૩ સિક્સર, ૭ ફોર) પણ સારું રમ્યો હતો. રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના બોલરોમાં સૌથી સારો બોલિંગ-પફોર્ર્મન્સ તિલકરત્ને દિલશાન (૪-૦-૧૦-૧)નો હતો.

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે સતત બીજી મૅચમાં ૨૦૦-પ્લસનું ટોટલ નોંધાવીને (૧૮.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૦૪ રન કરીને) શાનથી વિજય મેળવ્યો હતો. મોહમ્મદ કૈફ (૧૩ નૉટઆઉટ, ૮ બૉલ, બે ફોર) કોહલી સાથે અણનમ રહ્યો હતો. બન્નેએ છેલ્લા ૯ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર ફટકારી હતી. ફાસ્ટ બોલર પૅટ ક્યુમિન્સ (૪૫ રનમાં ૪ વિકેટ)ની પણ મહેનત એળે ગઈ હતી.

ઓવરમાં પચીસ રન કરવાની ગેઇલમાં તાકાત છે એટલે તે તેના અસલ અંદાજમાં રમ્યો હતો અને ૯૨ રન ખડકી દીધા હતા. ૨૦૪ના ટાર્ગેટ સુધી પહોંચવાની મને પણ બહુ ઉતાવળ હતી, પરંતુ અગાઉની કેટલીક મૅચો જેવી ભૂલ મારે નહોતી જ કરવી એટલે હું ખૂબ સંયમથી રમ્યો હતો - વિરાટ કોહલી (મૅન ઑફ ધ મૅચ)
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK