યુએઈના બે પ્લેયર્સે આઇસીસીના નિયમોનું કર્યું ઉલ્લંઘન

Published: Sep 14, 2020, 12:39 IST | IANS | Dubai

બન્ને પ્લેયરોએ ૧૩ સપ્ટેમ્બરથી ૧૪ દિવસની અંદર પોતાનો જવાબ આપવાનો રહેશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

 યુનાઇટેડ આરબ એમિરેટ્સના ક્રિકેટર આમિર હયાત અને અશફાક અહેમદને આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બન્ને પ્લેયર પર મૅચને પ્રભાવિત કરવા માટે લાંચ લેવાનો અને આ બાબત છુપાવવાનો આરોપ આઇસીસીના ઍન્ટિ-કરપ્શન યુનિટ દ્વારા લગાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં ટી૨૦ વર્લ્ડ કપ દરમ્યાન અશફાકને સસ્પેન્ડ કર્યો હતો, પ‍રંતુ તેના પર કોઈ પણ ફૉર્મલ ચાર્જિસ લગાડવામાં નહોતા આવ્યા. બન્ને પ્લેયરોએ ૧૩ સપ્ટેમ્બરથી ૧૪ દિવસની અંદર પોતાનો જવાબ આપવાનો રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK