Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > તેજસ્વિની ઑલિમ્પિકમાં અને સંદીપ-સુમીતની પૅરાલિમ્પિકમાં એન્ટ્રી

તેજસ્વિની ઑલિમ્પિકમાં અને સંદીપ-સુમીતની પૅરાલિમ્પિકમાં એન્ટ્રી

10 November, 2019 10:10 AM IST | Mumbai

તેજસ્વિની ઑલિમ્પિકમાં અને સંદીપ-સુમીતની પૅરાલિમ્પિકમાં એન્ટ્રી

તેજસ્વિની સાવંત

તેજસ્વિની સાવંત


શૂટર તેજસ્વિની સાવંતે ગઈ કાલે રમાયેલી ટોક્યો ઑલિમ્પિકની ક્વૉલિફાઇંગ ગેમમાં પ્રવેશ મેળવીને દેશ માટે બારમો ક્વોટા હાંસલ કર્યો છે. તેણે મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ઇવેન્ટમાં સફળતા મેળવી હતી.
૧૪મી એશિયન ચૅમ્પિયનશિપમાં ૧૧૭૧ પૉઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને રહી તેણે આ ક્વોટા પ્રાપ્ત કર્યો હતો. ચાઇનાની શી મેન્ગયાઓ ૧૧૭૮ પૉઇન્ટ્સ સાથે નંબર-વન રહી હતી. તેજસ્વિની પહેલાં શુક્રવારે ચિન્કી યાદવે ૨૫ મીટર રૅપિડ પિસ્તોલ ઇવેન્ટમાં દેશ માટે ૧૧મો ક્વોટા હાંસલ કર્યો હતો.
સામા પક્ષે પૅરાલિમ્પિકમાં સંદીપ ચૌધરી અને સુમીત અંતિલે ટોક્યો પૅરાલિમ્પિક ૨૦૨૦માં યોજાનારી ભાલાફેંક સ્પર્ધા માટે ક્વૉલિફાય કરી લીધું છે. સંદીપે એપ ૬૪ કૅટેગરીમાં ૬૫.૮૦ મીટરનો થ્રો કર્યો, જ્યારે સુમીતે પોતાના વર્લ્ડ રેકૉર્ડમાં સુધારો કરી ૬૨.૮૮ મીટરનો થ્રો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 10:10 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK