Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જુઓ મેલ, ફિલ્મેલ ટીમ ઈન્ડિયાનો નવો ડ્રેસ

જુઓ મેલ, ફિલ્મેલ ટીમ ઈન્ડિયાનો નવો ડ્રેસ

04 March, 2016 03:46 AM IST |

જુઓ મેલ, ફિલ્મેલ ટીમ ઈન્ડિયાનો નવો ડ્રેસ

જુઓ મેલ, ફિલ્મેલ ટીમ ઈન્ડિયાનો નવો ડ્રેસ



team india


ICC T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ નવા ડ્રેસમાં જોવા મળશે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી ભારતની મેન્સ અને વિમેન્સ ટીમની નવી જર્સી નાઇકી કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવી હતી. નવી જર્સીમાં કૅપ્ટન ધોની, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવ ઉપરાંત મહિલા ટીમની પ્લેયરો પણ જોવા મળી હતી. નવી જર્સી બ્લુ કલરની છે, પણ એમાં કૉલરની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર પુરુષ ખેલાડીઓ જ નહીં, પરંતુ મહિલા ખેલાડીઓને પણ સાથે દર્શાવતાં ઘણા લોકોએ સોશ્યલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી હતી.

મહિલા ટીમની કૅપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે આ નવો ડ્રેસ ટીમમાં ઉત્સાહ સાથે જવાબદારીનું પણ ભાન કરાવે છે. આ પ્રસંગે અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાની કિટ પહેરવી દેશ માટે ગવર્‍ની વાત છે. આ વાત શબ્દોથી વ્યક્ત કરી શકાય નહીં. જ્યારે હું આ જર્સી પહેરું છું ત્યારે હીરો હોય એવી લાગણી થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2016 03:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK