ભારત સામે શ્રેણી પહેલા જ શ્રીલંકા ઘુંટણીયે!!!

Published: 27th October, 2014 06:03 IST

શ્રીલંકાના કૅપ્ટન મૅથ્યુઝે પાણી પહેલાં પાળ બાંધી: ભારતના પ્રવાસ માટે અમે પૂરતી તૈયારી નથી કરી


આવતી કાલે ભારતના પ્રવાસે આવી રહેલી શ્રીલંકાની ટીમના કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે કહ્યું હતું કે અમારી ટીમને બીજી નવેમ્બરથી શરૂ થતી ભારત સામેની વન-ડે સિરીઝ માટે તૈયારી કરવાનો પૂરતો સમય નથી મળ્યો. વેસ્ટ ઇન્ડીઝે ભારતનો પ્રવાસ અધવચ્ચે રદ કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે વચગાળાના સમય માટે શ્રીલંકા સાથે પાંચ વન-ડે સિરીઝનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. ઍન્જેલો મૅથ્યુઝે કહ્યું હતું કે ‘અમે માત્ર થોડી પ્રૅક્ટિસ કરી શક્યા છીએ, કારણ કે હવામાન સારું નહોતું. વળી અમારા ખેલાડીઓ રજા પર હતા. દરમ્યાન અચાનક આ પ્રવાસનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK