Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સાનિયા મિર્ઝાને બર્થ ડેમાં મળી આ સરપ્રાઈઝ...

સાનિયા મિર્ઝાને બર્થ ડેમાં મળી આ સરપ્રાઈઝ...

17 November, 2020 01:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાનિયા મિર્ઝાને બર્થ ડેમાં મળી આ સરપ્રાઈઝ...

તસવીર સૌજન્યઃ સાનિયા મિર્ઝાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ સાનિયા મિર્ઝાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ


બે દિવસ પહેલા જ ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો બર્થ ડે હતો. તેના આ 34માં બર્થ ડેમાં તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકેએ એક ક્યુટ સરપ્રાઈઝ આપી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)




આ કપલે બર્થ ડે સેલિબ્રેશન તેમના દિકરા ઈમરાન સાથે કર્યુ હતું. સાનિયા મિર્ઝાએ તેના બર્થ ડે સેલિબ્રેશનના ફોટોઝ સોશ્યલ મીડિયા ઉપર શૅર કર્યા હતા. પહેલા સાનિયાએ કેક સાથેનો ફોટો શૅર કર્યો હતો અને કૅપ્શન આપી, તમારી બધાની શુભેચ્છાઓ બદલ આભાર. હુ પોતાને ધન્ય માનુ છું. મે મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શ્રેષ્ઠ સમય પસાર કર્યો છે, થેન્ક્યુ શોએબ મલિક અમેઝિંગ સરપ્રાઈઝ માટે.

 
 
 
View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)


સાનિયા ફોટોમાં ખૂબ જ સુંદર લાગે છે. સાનિયાએ તેના પતિ અને દિકરા ઈમરાન સાથેનો ફોટો પણ શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરતા તેણે કૅપ્શન આપી, ‘હૉમ’.

અંતે સાનિયાએ શોબેબ મલિક સાથે ફોટો પાડીને બે હાર્ટના ઈમોજી કૅપ્શનમાં મૂક્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

વર્ષ 2010માં સાનિયા અને શોએબના લગ્ન થયા હતા. લગ્નના આઠ વર્ષ બાદ બાળકનો જન્મ થયો હતો. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ સાનિયાએ ટેનિસમાં કમબૅક કરીને ડબ્લ્યૂટીએ હોબાર્ટ ઈન્ટરનેશનલ ડબલ્સનો ખિતાબ યુક્રેનિયન પાર્ટનર નાદિયા કીચનોક સાથે જીત્યો હતો.

આ પણ વાંચો : Sania Mirza: ભારતની ગ્લેમરસ ટેનિસ સ્ટારનો આ અંદાજ છે મનમોહક, જુઓ તસવીરો

ઉપરાંત સાનિયા મિર્ઝાને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલ રત્ન અને પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2020 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK