તસવીરો : ગુડ બાય ગ્રેટ

Published: 4th December, 2012 04:14 IST

ટેસ્ટક્રિકેટમાં સચિન તેન્ડુલકર પછી સેકન્ડબેસ્ટ ૧૩,૩૭૮ રન બનાવનાર રિન્કી પૉન્ટિંગ ગઈ કાલની છેલ્લી ઇનિંગ્સમાં બે ફોર સાથે ૮ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે ૩૯ મિનિટ ક્રીઝ પર હતો ને ૨૩ બૉલ રમી શક્યો હતો


મહાનનું માનભેર સ્વાગત ને પછી યાદગાર વિદાયછેલ્લી વાર ક્રિકેટના રણમેદાનમાં : ગઈ કાલે સવારે પર્થમાં શેન વૉટ્સનની વિકેટ પડતાં ઇન્ટરનૅશનલ મૅચમાં છેલ્લી વખત બૅટિંગ કરવા ઊતરેલા રિકી પૉન્ટિંગનું સ્વાગત કરી રહેલા સાઉથ આફ્રિકાના પ્લેયરો. પૉન્ટિંગ માત્ર ૮ રન બનાવીને આઉટ થઈને પાછો જઈ રહ્યો હતો ત્યારે દરેક આફ્રિકન પ્લેયરે તેની સાથે હાથ મિલાવ્યા હતા. તેનો કૅચ પકડનાર જૅક કૅલિસ એ બધામાં છેલ્લો હતો.હવે બધો સમય ફૅમિલીને : ગઈ કાલની મૅચ પછીના ઇનામ-વિતરણ સમારંભમાં પૉન્ટિંગ તેની પત્ની રિયાના તેમ જ મોટી પુત્રી એમી અને નાની દીકરી માત્તીસ સાથે આવ્યો હતો.સાથીને ભારે હૃદયે આપ્યો સપોર્ટ : ગઈ કાલે પર્થમાં ઑસ્ટ્રેલિયાની હાર સાથે મૅચ પૂરી થઈ ત્યાર બાદ રિકી પૉન્ટિંગને ઉત્સાહભેર વિદાય આપી રહેલા તેના સાથીઓ ડેવિડ વૉર્નર (ઉપર, ડાબે) અને કૅપ્ટન માઇકલ ક્લાર્ક.એ વખતે પૉન્ટિંગની પત્ની રિયા પણ નજીકના સ્ટૅન્ડમાં હતી. રિયાનાની સાથે પૉન્ટિંગનાં મમ્મી અને પપ્પા પણ હતાં.તસવીરો : એએફપી


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK