Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ-ચૅમ્પિયન પંકજ અડવાણીની ૧૪ વર્ષના ચાઇનીઝ સ્કૂલબૉય સામે હાર

વર્લ્ડ-ચૅમ્પિયન પંકજ અડવાણીની ૧૪ વર્ષના ચાઇનીઝ સ્કૂલબૉય સામે હાર

29 November, 2014 06:03 AM IST |

વર્લ્ડ-ચૅમ્પિયન પંકજ અડવાણીની ૧૪ વર્ષના ચાઇનીઝ સ્કૂલબૉય સામે હાર

વર્લ્ડ-ચૅમ્પિયન પંકજ અડવાણીની ૧૪ વર્ષના ચાઇનીઝ સ્કૂલબૉય સામે હાર



બૅન્ગલોરમાં યોજાયેલી વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ૧૨ વખતના વર્લ્ડ-ચૅમ્પિયન પંકજ અડવાણીને ચીનના ૧૪ વર્ષના યાન બિંગતાઓએ ૬-૪થી હરાવીને ગઈ કાલે જોરદાર અપસેટ સરજ્યો હતો.
બૅન્ગલોરના શ્રી કાન્તિરાવા ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલતી આ ટુર્નામેન્ટમાં શરૂઆતથી અત્યાર સુધી સરળ ગેમ ચાલતી રહી, પરંતુ ગઈ કાલે ચાઇનીઝ સ્કૂલબૉય જે રીતે રમતો હતો એ ક્ષમતા અને એકાગ્રતાથી પંકજ નહોતો રમી શકતો. પંકજે ક્વૉર્ટર ફાઇનલ ટાઇની શરૂઆત નિરાશાજનક રીતે કરી હતી. ફસ્ર્ટ ફ્રેમ ૩૮-૬૪થી ગુમાવી અને બીજી ફ્રેમ ૪૭-૭૫થી ગુમાવી. પંકજના ૪૪ બ્રેક પૉઇન્ટ્સ હતા, પરંતુ બિંગતાઓના ૫૭ બ્રેક પૉઇન્ટ્સને લીધે તે બીજી ફ્રેમમાં બાજી મારી ગયો હતો.




ગેમ પૂરી થયા પછી પત્રકારોને સંબોધતાં પોતાની હાર વિશે પંકજે જણાવ્યું હતું કે ‘ઘણું ડિસ્ટર્બન્સ હતું. હુ કૉન્સન્ટેટ નહોતો કરી શકતો. જોકે હું સારું રમ્યો પણ નહોતો. વળી બિંગતાઓ પણ કંઈ અફલાતૂન સ્નૂકર રમ્યો હોય એવું નહોતું, પરંતુ મને તેના તરફથી કંઈ જોરદાર ચૅલેન્જનો અનુભવ થયો હોય એવું નહોતું. માત્ર તે બિગ પૉઇન્ટ્સ સારી રીતે રમ્યો અને હું સારી રીતે ન રમ્યો એટલો જ તફાવત કહી શકાય.’બિંગતાઓએ તેની જીત વિશે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરતાં તે સેમી ફાઇનલ મૅચ પર ધ્યાન આપવા માગતો હોવાનું જણાવ્યું હતું. તે સેમી ફાઇનલમાં ક્રિત્સૅનટ ર્લેતસત્તાયાથૉર્ન સામે રમશે


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2014 06:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK