વકારે આફ્રિદી વિશે ખુલાસો કર્યો, પરંતુ કૉમેન્ટેટર બનીને નવો વિવાદ જગાવ્યો

Published: 20th October, 2011 16:51 IST

અબુ ધાબી: ક્રિકેટ બોર્ડમાં સત્તા બદલાતા અને ભૂતપૂર્વ કોચ વકાર યુનુસ પણ હવે ટીમથી સાવ અલગ થઈ ગયો હોવાને પગલે મંગળવારે રિટાયરમેન્ટ પાછું ખેંચી લેનાર શાહિદ આફ્રિદી વિશે ખુદ વકારે ગઈ કાલે મહત્વનો ખુલાસો કર્યો હતો.

 

વકારે કહ્યું હતું કે ‘હું પાકિસ્તાનનો કોચ હતો ત્યારે આફ્રિદી અને મારી વચ્ચે બહુ સારા સંબંધો હતા. તેણે મારી સાથેના કોઈ ઝઘડાને કારણે નિવૃત્તિ લઈ લીધી હતી એવું માનતો જ નથી અને લોકોએ પણ એ અટકળમાં બહુ ધ્યાન ન આપવું જોઈએ. રિટાયરમેન્ટનો તેનો અંગત નિર્ણય હતો.’

વકારે આફ્રિદી વિશે આ સ્પષ્ટતા તો કરી, પરંતુ પોતે એક નવા વિવાદમાં ફસાયો છે. અબુ ધાબીમાં પાકિસ્તાનની શ્રીલંકા સામે શરૂ થયેલી ટેસ્ટસિરીઝમાં વકાર કૉમેન્ટેટર અને એક્સપર્ટ તરીકેની ભૂમિકામાં જોવા મળતાં જ ચર્ચાસ્પદ થઈ ગયો છે.

ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર ઇકબાલ કાસિમે ગઈ કાલે આ વિશે કરાચીથી કહ્યું હતું કે ‘બે મહિના પહેલાં વકાર પોતાની તબિયત સારી ન રહેતી હોવાના કારણસર પાકિસ્તાનને કોચિંગ આપવાનું છોડીને સિડની તેના પરિવાર પાસે પહોંચી ગયો હતો. તેની પત્નીની પણ તબિયત સારી ન હોવાની પણ ત્યારે વાત હતી, પરંતુ ખુદ વકારે કહ્યું હતું કે તેણે એક ગંભીર બીમારી માટે લાંબા ગાળા સુધી સારવાર કરાવવી પડશે. જો વકાર ત્યારે સાચું કહેતો હતો તો પછી અબુ ધાબીમાં કૉમેન્ટરી આપવા કેવી રીતે આવી ગયો?’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK