વાગડવાસીઓની T20 સ્પર્ધા શરૂ : પ્રથમ મૅચ રોમાંચક થઈ પણ બીજી વન-સાઇડેડ
Published: 27th November, 2012 06:22 IST
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ઇન્ડિયન ઍરલાઇન્સ ગ્રાઉન્ડમાં આયોજિત લીગ મૅચ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગઈ કાલે એક્સાઇટિંગ આરંભ થયો હતો. કુલ ૧૩ ટીમવાળી આ T20 સ્પર્ધામાં ગઈ કાલે પ્રથમ મૅચ એક્સાઇટિંગ થઈ હતી, પરંતુ બીજી મૅચમાં રસાકસી નહોતી જોવા મળી.
શ્રી વાગડ કલા કેન્દ્રની ક્રિકેટ-કમિટીના ચૅરમૅન દામજી બુરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે ઓપનિંગ સેરેમનીમાં આ સ્પર્ધા સ્પૉન્સર કરનાર દિલીપ દામજી શાહ, આયોજક સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરો તેમ જ સમાજના બીજા અગ્રણીઓએ હાજરી આપી હતી. આ વખતે ક્વૉલિફાઇંગ રાઉન્ડ રાખ્યો હોવાથી સ્પર્ધા વધુ રોમાંચક અને રસાકસીભરી બની જશે.’
ગ્રુપ ‘ડી’ : આકૃતિ-પાર્લે અને વી. એસ. સી. કાલબાદેવી
નોંધ : (૧) આખી સ્પર્ધામાં કુલ ૧૩ ટીમ ભાગ લઈ રહી છે. (૨) સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડની ટીમો ગયા વર્ષની આ સ્પર્ધાની સેમી ફાઇનલિસ્ટો છે. આ ચારેય ટીમોને સીધો સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. (૩) ફસ્ર્ટ ક્વૉલિફાઇંગ રાઉન્ડના બે ગ્રુપમાંથી ટોચની બે-બે ટીમ સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં આવશે એટલે એ રાઉન્ડમાં કુલ આઠ ટીમો થઈ જશે. આ આઠ ટીમો બે ગ્રુપમાં વહેંચાશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમો સામે લીગ મૅચ રમશે. બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ ૧૭ ડિસેમ્બરની સેમી ફાઇનલમાં પહોંચશે. ફાઇનલ (નાઇટ મૅચ) ૨૩ ડિસેમ્બરે રમાશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK