મૅરી કૉમને કેન્દ્રીય પ્રધાનનું ૪૦ લાખ રૂપિયાનું ઇનામ

Published: 15th September, 2012 10:00 IST

ગુવાહાટી: દેશના ઉત્તર-પૂર્વ પ્રાન્તને લગતી બાબતોનો અખત્યાર સંભાળતા કેન્દ્રીય પ્રધાન પવનસિંહ ઘાટોવારે ગઈ કાલે આ પ્રાન્તની બૉક્સર મૅરી કૉમ માટે ૪૦ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.


મૅરી કૉમ લંડન ઑલિમ્પિક્સમાં મહિલા બૉક્સિંગનો પ્રથમ બ્રૉન્ઝ મેડલ જીતી હતી. થોડા દિવસ પછી પવનસિંહ મણિપુર આવશે ત્યારે એક સમારંભમાં તેને આ ઇનામ અર્પણ કરશે. પવનસિંહે આ પ્રાન્તમાંથી ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ગયેલા બીજા ઍથ્લીટોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK