Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલી-રહાણેની લાજવાબ ઇનિંગ્સ બાદ ધબડકાને લીધે મૅચ બરોબરીમાં

કોહલી-રહાણેની લાજવાબ ઇનિંગ્સ બાદ ધબડકાને લીધે મૅચ બરોબરીમાં

29 December, 2014 06:17 AM IST |

કોહલી-રહાણેની લાજવાબ ઇનિંગ્સ બાદ ધબડકાને લીધે મૅચ બરોબરીમાં

કોહલી-રહાણેની લાજવાબ ઇનિંગ્સ બાદ ધબડકાને લીધે મૅચ બરોબરીમાં





મેલબર્ન : ત્રીજી ટેસ્ટનો ગઈ કાલે ત્રીજો દિવસ વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેના નામે રહ્યો હતો. બીજા દિવસે બોલરોના નામોશીભર્યા પર્ફોર્મન્સ બાદ ગઈ કાલે વિરાટ કોહલી (૨૭૧ બૉલમાં ૧૮ ફોર સાથે ૧૬૯ રન) અને અજિંક્ય રહાણે (૧૭૧ બૉલમાં ૨૧ ફોર સાથે ૧૪૭ રન)એ લાજવાબ રેકૉર્ડબ્રેકિંગ ૨૬૨ રનની પાર્ટનરશિપ વડે ટીમ ઇન્ડિયાને ટૉપમાં મૂકી દીધી હતી, પણ રહાણેની વિદાય સાથે જ લોકેશ રાહુલ (૩), મહેન્દ્ર સિંહ ધોની (૧૧) અને રવિચંદ્રન અશ્વિન (૦)ની નિરંતર વિકેટ ગુમાવ્યા ઉપરાંત દિવસની છેલ્લી ઓવરમાં વિરાટ કોહલી પણ આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાને કમબૅક કરવાની તક મળી ગઈ હતી. ટીમ ઇન્ડિયા હજી ઑસ્ટ્રેલિયાના સ્કોર કરતાં ૬૮ રન પાછળ છે અને એની બે વિકેટ બાકી છે. આજે ચોથા દિવસે છેલ્લી બે વિકેટો કેટલો સમય પડકાર આપે છે અને બીજી ઇનિંગ્સમાં ભારતીય બોલરો કેવી કમાલ કરે છે એના પરથી મૅચનું ભાવિ નક્કી થઈ જશે.

વિરાટે કરી ગાવસકરની બરોબરી

વિરાટ કોહલીએ ગઈ કાલે ૧૬૯ રનના કરીઅર-બેસ્ટ સ્કોર સાથે આ સિરીઝની ત્રીજી અને ટેસ્ટ-કરીઅરની નવમી તથા ઑસ્ટ્રેલિયા સામે પાંચમી સેન્ચુરી ફટકારી હતી. એ ઉપરાંત ઑસ્ટ્રેલિયામાં એક જ ટેસ્ટ-સિરીઝમાં ત્રણ સેન્ચુરી ફટકારવાના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરના કમાલની પણ બરોબરી કરી લીધી હતી. એ ઉપરાંત ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે કે બહાર ચોથા ક્રમના કોઈ બૅટ્સમૅને એક જ સિરીઝમાં ત્રણ સેન્ચુરી ફટકારનાર કોહલી પહેલો ખેલાડી બન્યો હતો.

છેલ્લાં ૧૦ વર્ષની બેસ્ટ

બીજા દિવસના નૉટઆઉટ બૅટ્સમેનો મુરલી વિજય (૬૯) અને ચેતેશ્વર પુજારા (૨૫) ખરાબ શૉર્ટ ફટકારીને જલદી આઉટ થઈ ગયા બાદ કોહલી અને રહાણેએ બાજી સંભાળી લીધી હતી અને ચોથી વિકેટ માટે ૨૬૨ રનની લાજવાબ પાર્ટનરશિપ દ્વારા ટીમને સ્ટ્રૉન્ગ પોઝિશનમાં મૂકી દીધી હતી. એશિયાની બહાર ટીમ ઇન્ડિયાની કોઈ પણ વિકેટ માટેની આ શ્રેષ્ઠ પાર્ટનરશિપ બની હતી. એશિયા બહાર ભારતની આ ચોથી ૨૫૦ પ્લસની પાર્ટનરશિપ બની હતી. ૨૦૦૪માં સચિન તેન્ડુલકર અને વીવીએસ લક્ષ્મણે સિડની ટેસ્ટમાં ફટકારેલા ૩૫૩ રન અત્યાર સુધી હાઇએસ્ટ છે.

૯૦ વર્ષ બાદ

કોહલી-રહાણેની કમાલ સાથે મેલબર્ન ગ્રાઉન્ડમાં ૯૦ વર્ષ બાદ કોઈ વિદેશી ટીમ કોઈ પણ વિકેટ માટે ૨૦૦ પ્લસની પાર્ટનરશિપ કરવામાં સફળ થઈ હતી. છેલ્લે ૧૯૨૫માં ઇંગ્લૅન્ડના જૅક હૉબ્સ અને હર્બર્ટ સુટ્ક્લિઝે પહેલી વિકેટ માટે ૨૮૩ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. એ ઉપરાંત આ ગ્રાઉન્ડ પર ચોથી વિકેટ માટે ૨૦૦ પ્લસની પાર્ટનરશિપ કરનાર પહેલી જોડી પણ બની હતી.

નૉનસેન્સ રાહુલ

પહેલી જ ટેસ્ટ રમી રહેલો અને રાહુલ દ્રવિડને આદર્શ માનતો કર્ણાટકનો લોકેશ રાહુલ ગઈ કાલે ૮ બૉલમાં ફક્ત ૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પણ લોકેશે જે રીતે તેની વિકેટ ફેંકી દીધી એને લીધે ક્રિકેટપ્રેમીઓ અને ભૂતપૂર્વ ક્રિકેટરોને ધક્કો લાગ્યો હતો. આગલા બૉલમાં જીવતદાન મળવા છતાં રાહુલે ફરી સેટ થયા વગર નૅથન લાયનને સિક્સર ફટકારવાના પ્રયાસમાં હૅઝલવુડને આસાન કૅચ આપી દીધો હતો.

કાંગારૂઓનું કંગાળ કૅચિંગ

બ્રૅડ હૅડિનના બે અફલાતૂન કૅચને બાદ કરતાં ઘણા લાંબા સમય બાદ કાંગારૂ ટીમ દ્વારા એક જ દિવસમાં પાંચથી છ કૅચ ડ્રૉપ થયા હતા. ઑસ્ટ્રેલિયનોએ કોહલી અને રહાણને બે વાર તથા પહેલી ટેસ્ટ રમી રહેલા લોકેશ રાહુલને એક વાર જીવતદાન આપ્યું હતું. કોહલીએ પણ મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં હાઈ-સ્ટાન્ડર્ડ ફીલ્ડિંગ ધરાવતા કાંગારૂઓની કંગાળ કૅચિંગ માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2014 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK