ગુજ્જુ બોય જસપ્રીત બુમરાહ આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ ?

મુંબઈ | Jun 11, 2019, 19:42 IST

ઈંગ્લેન્ડમાં જસપ્રીત બુમરાહ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. સાથે જ અંગત લાઈફમાં પણ બુમરાહ ક્લીન બોલ્ડ થયો હોવાની ચર્ચા છે. ક્રીઝ પર ભલભલા બેટ્સમેનોની વિકેટ ખેરવતો બુમરાહ પ્રેમની પીચ પર આઉટ થયો છે.

ગુજ્જુ બોય જસપ્રીત બુમરાહ આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ ?
જસપ્રીત બુમરાહ (File Photo)

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પહેલી બંને મેચ જીતી ચૂકી છે. અને આ જીતમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો મહત્વનો રોલ રહ્યો છે. ઈંગ્લેન્ડમાં જસપ્રીત બુમરાહ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. સાથે જ અંગત લાઈફમાં પણ બુમરાહ ક્લીન બોલ્ડ થયો હોવાની ચર્ચા છે. ક્રીઝ પર ભલભલા બેટ્સમેનોની વિકેટ ખેરવતો બુમરાહ પ્રેમની પીચ પર આઉટ થયો છે.

કોણ છે એક્ટ્રેસ ?

ભારતીય ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે, આ લિસ્ટ ખૂબ જ લાંબુ છે. હવે આ લિસ્ટમાં જસપ્રીત બુમરાહનું નામ પણ સામેલ થઈ શકે છે. ચર્ચા એવી છે કે જસપ્રીત બુમરાહ સાઉથની એક્ટ્રેસ સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા છે. બુમરાહનું નામ સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે જોડાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વર એકબીજાને ડેટ કરી રહ્યા છે.

jaspreet bumrah tweet

બુમરાહે ટ્વિટર પર કર્યું ફોલો

જસપ્રીત બુમરાહે ટૂંક સમયમાં જ અનુપમા પરમેશ્વરનને ટ્વિટર પર ફોલો કર્યા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. જે બાદ બુમરાહ અને અનુપમા એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. કારણ કે જસપ્રીત બુમરાહે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર કોઈ પણ એક્ટ્રેસને ફોલો નથી કરી.

jaspreet bumrah tweet

2015માં કર્યો હતો ડેબ્યુ

ઉલ્લેખનીય છે કે અનુપમા પરમેશ્વરને 2015માં મલયાલમ ફિલ્મ 'પ્રેમમ'થી ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ 2016માં તેણે એક તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. હાલ તે અપકમિંગ ફિલ્મ દલકીર સલમાનમાં આસિટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ World Cup 2019:Ind vs Pak મેચ પહેલા પાકે. અભિનંદનની ઉડાવી મજાક

રાશિ ખન્ના સાથે જોડાયું હતું નામ

આ પહેલા પણ જસપ્રીત બુમરાહનું નામ એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યુ છે. જસપ્રીત બુમરાહનું નામ એક્ટ્રેસ રાશિ ખન્ના સાથે જોડવામાં આવ્યું હતું. જોકે તે સમય આ વિશે એક્ટ્રેસ કહ્યું હતું કે,‘હું માત્ર એટલું જાણું છું કે બુમરાહ ખૂબજ સારા પ્લેયર છે. આનાથી વધારે હું તેમને નથી ઓળખતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK