World Cup 2019:Ind vs Pak મેચ પહેલા પાકે. અભિનંદનની ઉડાવી મજાક

મુંબઈ | Jun 11, 2019, 18:13 IST

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપનો રોમાંચ જામી રહ્યો છે. આ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ બંને દેશોના ફેન્સનો ઉત્સાહ આસમાન પર છે

World Cup 2019:Ind vs Pak મેચ પહેલા પાકે. અભિનંદનની ઉડાવી મજાક

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપનો રોમાંચ જામી રહ્યો છે. આ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ બંને દેશોના ફેન્સનો ઉત્સાહ આસમાન પર છે. ત્યારે પાકિસ્તાને ફરી એક વાર ખરાબ વર્તન કર્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા પાકિસ્તાને એક એડ રિલીઝ કરી છે, જેમાં બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેદાન પરની કટ્ટર હરિફાઈ ઉજાગર થઈ રહી છે.

ભારતે પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનના F 16 વિમાનને તોડી પાડ્યું, જો કે તેમનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થઈ ગયું હતું અને પાકિસ્તાની સૈન્યએ તેમની પૂછપરછ કરી હતી.

પાકિસ્તાની સૈન્યની પૂછપરછ દરમિયાન અભિનંદનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે બહાદુરીથી દેશ સંબંધિત કોઈ પણ માહિતી આપવાની ના પાડતા દેખાઈ રહ્યા હતા. પાકિસ્તાનમાં હાલ JAZZ ટીવી પર બતાવાતી એડવર્ટાઈઝમાં વિંગ કમાન્ડર અભિનંદન જેવું કેરેક્ટર ક્રિએટ કરાયું છે. આ કેરેક્ટર અભિનંદન દ્વારા પાકિસ્તાની સૈન્યના અધિકારીઓને અપાયેલા જવાબની જેમ જ સવાલના જવાબ આપતા દેખાઈ રહ્યા છે. આ પાત્રની મૂછો પણ અભિનંદનની મૂછો જેવી જ દેખાઈ રહી છે.

આ જાહેરાતનું પાત્ર એવું કહેતા દેખાઈ રહ્યા છે કે,'I’m sorry, I am not supposed to tell you this' આ બરાબર એ જ લાઈન છે, જે અભિનંદને પાકિસ્તાની સૈન્યને કહી હતી. આ જાહેરાતમા તેને ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન અને ટીમની વ્યૂહ રચના અંગે સવાલ કરાઈ રહ્યા છે. અને આ પાત્ર અભિનંદને આપેલો જવાબ દોહરાવી રહ્યું છે. જાહેરાતમાં જે પાત્ર છે તેને ભારતીય ટીમની જર્સી પહેરાવાઈ છે. અને હાથમાં કોફીનો કપ પકડેલો છે. અને વચ્ચે વચ્ચે તે કોફીની ચૂસકી લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન સામે ગબ્બર વગર રમશે ટીમ ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સૈન્ય દ્વારા અભિનંદનની અટકાયત કરાયા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન પર દબાણ વધ્યું હતું, જે બાદ પાકિસ્તાને વિંગ કમાન્ડને છોડી દીધા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK