Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન

27 August, 2012 03:05 AM IST |

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન


india-win-world-cupટાઉન્સવિલ (ઑસ્ટ્રેલિયા): ભારતની અન્ડર-૧૯ ટીમના કૅપ્ટન ઉન્મુક્ત ચંદે (૧૧૧ નૉટઆઉટ) અણનમ સેન્ચુરીથી વિકેટકીપર-બૅટ્સમૅન સ્મિત પટેલ (૬૨ નૉટઆઉટ) સાથેની ૧૩૦ રનની અતૂટ ભાગીદારીની મદદથી ઑસ્ટ્રેલિયા અન્ડર-૧૯ને વર્લ્ડ કપની ફાઇનલમાં પરાજિત કરવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. આ સાથે ભારતના જુનિયરો ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યા હતા, જ્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા ઘરઆંગણે પરાજિત થયું હતું.

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન વિલિયમ બૉસિસ્ટોએ અણનમ ૮૭ રન બનાવીને ઑસ્ટ્રેલિયાને ૨૨૫ રનનું સાધારણ ટોટલ અપાવ્યું હતું. જોકે ભારતીય સુકાની અને મૅન ઑફ ધ ફાઇનલ ચંદે અણનમ ૧૧૧ રનથી તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.



ભારતીય ટીમે ૨૨૬ રનના ટાર્ગેટ સામે ૧૪ બૉલ બાકી રાખીને ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. વિજય મળતાં જ ભારતીય ટીમ પર ભારતભરમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.


ભારતની સિનિયર ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની તેમ જ સચિન તેન્ડુલકર, યુવરાજ સિંહ અને હરભજન સિંહ સહિતના મોટા ભાગના પ્લેયરોએ અન્ડર-૧૯ ટીમને તેમ જ કૅપ્ટન ઉન્મુક્ત ચંદને અભિનંદન આપ્યા હતા.

ચંદ ને સ્મિત બન્નેના કૅચ છૂટ્યાં


કૅપ્ટન ઉન્મુક્ત ચંદ ૮૪ રને હતો ત્યારે હરીફ કૅપ્ટન વિલિયમ બૉસિસ્ટોએ મિડ-વિકેટ પર તેનો આસાન કૅચ છોડ્યો હતો. એ વખતે ભારતે ૪૨ બૉલમાં ૪૯ રન બનાવવાના બાકી હતા.

સ્મિત પટેલ મૅચની આખરી પળોમાં ૫૪ રને હતો અને ભારતે ૨૦ બૉલમાં ૮ રન બનાવવાના બાકી હતા ત્યારે તેનો મિડ-વિકેટ પર કર્ટિસ પૅટરસને તેનો કૅચ છોડ્યો હતો. સ્મિતે એ જીવતદાન વખતે બે રન અને પછીની ઓવરમાં બીજા બે રન બનાવ્યા બાદ વિનિંગ ફોર ફટકારી હતી. સ્મિત ૬૨ રને નૉટઆઉટ રહ્યો હતો.

પાકિસ્તાન છેક આઠમા નંબરે

૨૦૦૪ અને ૨૦૦૬માં ચૅમ્પિયન બન્યા બાદ ૨૦૧૦માં રનર્સ-અપ રહેલું પાકિસ્તાન આ વખતના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં છેક આઠમા નંબરે રહ્યું હતું. સાતમા સ્થાન માટેની મૅચમાં એને બંગલા દેશે હરાવ્યું હતું. આ સ્પર્ધામાં સાઉથ આફ્રિકા ત્રીજા અને ન્યુ ઝીલૅન્ડ ચોથા નંબર પર હતું.

નંબર-ગેમ

ઑસ્ટ્રેલિયા આટલામી વખત અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યું છે. અગાઉ એ ત્રણ વખત નિર્ણાયક મૅચ રમ્યું હતું અને ત્રણેયમાં જીત્યું હતું. બીજી રીતે કહીએ તો પહેલી વાર ઑસ્ટ્રેલિયાનું નામ અન્ડર-૧૯માં રનર્સ-અપ તરીકે લખાયું છે

કોઈ દેશની જુનિયર ટીમ પછી સિનિયર ટીમ કે સિનિયર ટીમ પછી જુનિયર ટીમ વન-ડેનો વર્લ્ડ કપ જીતી હોય એવું આટલામી વખત બન્યું છે. આવો લેટેસ્ટ કિસ્સો ભારતનો છે. ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપ જીત્યા પછી હવે ઉન્મુક્ત ચંદના સુકાનમાં ઇન્ડિયા અન્ડર-૧૯ ટીમ વિશ્વકપ જીતી છે. અગાઉના ઑસ્ટ્રેલિયાના ત્રણ કિસ્સા આ મુજબ હતા : ૧૯૮૭માં સિનિયર વર્લ્ડ કપ અને ૧૯૮૮માં જુનિયર વર્લ્ડ કપ, ૧૯૯૯ તથા ૨૦૦૩માં સિનિયર વર્લ્ડ કપ તથા ૨૦૦૨માં જુનિયર વર્લ્ડ કપ, ૨૦૦૭માં સિનિયર વર્લ્ડ કપ અને ૨૦૧૦માં જુનિયર વર્લ્ડ કપ

૩૨

અન્ડર-૧૯ના ઇતિહાસમાં પપુઆ ન્યુ ગિની નામનો દેશ આટલી મૅચ હાર્યું છે જે તમામ દેશોમાં સૌથી વધુ છે

૪૭

ઑસ્ટ્રેલિયા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં કુલ આટલી મૅચ જીત્યું છે જે તમામ ટીમોમાં હાઇએસ્ટ છે. ભારત ૪૨ વિજય સાથે બીજા નંબરે છે

૧૭૬

પ્લેયર

સફળ અન્ડર-૧૯

પ્રથમ ઇન્ટરનૅશનલ

 

વર્લ્ડ કપનું વર્ષ

મૅચ કયા વર્ષમાં?

બ્રાયન લારા

૧૯૮૮

૧૯૯૦

મુશ્તાક અહમદ

૧૯૮૮

૧૯૮૯

ક્રિસ કેન્ર્સ

૧૯૮૮

૧૯૮૯

ઇન્ઝમામ-ઉલ-હક

૧૯૮૮

૧૯૯૧

સનથ જયસૂર્યા

૧૯૮૮

૧૯૮૯

માઇક આથર્ટન

૧૯૮૮

૧૯૮૯

ક્રિસ ગેઇલ

૧૯૯૮

૧૯૯૯

વીરેન્દર સેહવાગ

૧૯૯૮

૧૯૯૯

હરભજન સિંહ

૧૯૯૮

૧૯૯૮

ગ્રેમ સ્વૉન

૧૯૯૮

૨૦૦૦

રામનરેશ સરવન

૧૯૯૮

૨૦૦૦

શોએબ મલિક

૧૯૯૮

૧૯૯૯

ગ્રેમ સ્મિથ

૨૦૦૦

૨૦૦૨

માઇકલ ક્લાર્ક

૨૦૦૦

૨૦૦૩

શેન વૉટ્સન

૨૦૦૦

૨૦૦૨

યુવરાજ સિંહ

૨૦૦૦

૨૦૦૦

મોહમ્મદ કૈફ

૨૦૦૦

૨૦૦૦

દાનિશ કનેરિયા

૨૦૦૦

૨૦૦૦

બ્રેન્ડન મૅક્લમ

૨૦૦૦

૨૦૦૨

ઇયાન બેલ

૨૦૦૦

૨૦૦૪

હાશિમ અમલા

૨૦૦૨

૨૦૦૪

ઉમર ગુલ

૨૦૦૨

૨૦૦૩

ઇરફાન પઠાણ

૨૦૦૨

૨૦૦૩

ટિમ બ્રેસ્નન

૨૦૦૨

૨૦૦૬

રૉસ ટેલર

૨૦૦૨

૨૦૦૬

ઉપુલ થરંગા

૨૦૦૨

૨૦૦૫

ડ્વેઇન બ્રાવો

૨૦૦૨

૨૦૦૪

ઍલસ્ટર કુક

૨૦૦૪

૨૦૦૬

સુરેશ રૈના

૨૦૦૪

૨૦૦૫

શાકીબ-અલ-હસન

૨૦૦૬

૨૦૦૬

રોહિત શર્મા

૨૦૦૬

૨૦૦૭

સુનીલ નારાયણ

૨૦૦૬

૨૦૧૧

ઍન્જેલો મૅથ્યુઝ

૨૦૦૬

૨૦૦૮

વિરાટ કોહલી

૨૦૦૮

૨૦૦૮

ડગ બ્રેસવેલ

૨૦૧૦

૨૦૧૧

અન્ડર-૧૯ વર્લ્ડ કપના ઇતિહાસમાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર ડોનોવાન પૅગનના આટલા રન બધા બૅટ્સમેનોમાં હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર છે

- પૂરક માહિતી : અનંત ગવંડળકર

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2012 03:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK