Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રથમ બૅટિંગવાળી ૪માંથી ૩ ટીમ જીતી

પ્રથમ બૅટિંગવાળી ૪માંથી ૩ ટીમ જીતી

19 December, 2012 05:56 AM IST |

પ્રથમ બૅટિંગવાળી ૪માંથી ૩ ટીમ જીતી

પ્રથમ બૅટિંગવાળી ૪માંથી ૩ ટીમ જીતી




મિડ-ડે કપ ૨૦૧૩ ટુર્નામેન્ટમાં ગઈ કાલના બીજા દિવસે ચારમાંથી ત્રણ ટીમે શાનદાર વિજય મેળવીને આ વખતની ટુર્નામેન્ટમાં વિજયી ખાતું ખોલાવ્યું હતું. ગઈ કાલે કપોળના ત્રણ રનઆઉટ સહિત આખા દિવસમાં કુલ ૯ પ્લેયરોએ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. આખા દિવસમાં કુલ ૮૪ રન વાઇડમાં બન્યા હતા. એમાં ખાસ કરીને નવગામ વીસા નાગર વણિક અને સોરઠિયા મુસ્લિમ ઘાંચીની ઇનિંગ્સ બન્નેની ઇનિંગ્સમાં ૧૬-૧૬ વાઇડ હતા.

મૅચ ૧

કપોળે બૅટિંગ મળ્યાં પછી તરત જ ઓપનર જય મહેતાની વિકેટ ગુમાવી હતી અને ટીમનો સ્કોર સાધારણ ગતિએ વધી રહ્યો હતો. ત્રીજી ઓવરના અંતે ટોટલ ૨૧ રન હતું, પરંતુ એ ઓવરમાં બીજી બે વિકેટ પડી હતી. પાવર ઓવરમાં ૧૬ રન બન્યા હતા અને ટોટલ ૪૪ ઉપર પહોંચ્યું હતું, પરંતુ સમયાંતરે વિકેટ પડતી ગઈ હતી અને ૧૦મી ઓવરને અંતે છ વિકેટે ૮૪ રનનું ટોટલ રહ્યું હતું.

રાજપૂત ક્ષત્રિય માટે ૮૫ રનનો ટાર્ગેટ ખાસ કંઈ મોટો નહોતો, પરંતુ નવલ સોઢા (૯ રન) અને ગિરિરાજ સિંહ ઝાલા (૨૦ રન) વચ્ચેના સાધારણ ઓપનિંગ પછી  આ ટીમ અને જીત વચ્ચે ૧૦ રનનો તફાવત રહી ગયો હતો. રાજપૂત ક્ષત્રિયના પ્લેયર લક્ષ્મણ સિંહ પરમારને હાથમાં ઈજા થઈ હતી.

ટૂંકો સ્કોર : કપોળ : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૪ રન (હિંમાશુ વોરા ૧૩ બૉલમાં બે ફોર સાથે ૧૫ રન, ગિરિરાજ સિંહ ઝાલા ૨-૦-૧૦-૨)

રાજપૂત ક્ષત્રિય : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૭૪ રન (ગિરિરાજ સિંહ ઝાલા ૨૩ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૦ રન, નયન મહેતા ૨-૦-૫-૨)

મૅન ઑફ ધ મૅચ : નયન મહેતા (કપોળ)

મૅચ ૨

ખંભાત વીસા શ્રીમાળી જૈને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ એના બૅટ્સમેનોમાં એકમાત્ર ધવલ શાહ ૨૦ રનનો આંકડો પાર કરી શક્યો હતો. મિડ-ડે કપમાં પહેલી વખત રમી રહેલી આ ટીમે પાવર ઓવરમાં એક રનઆઉટ સહિત બે વિકેટ ગુમાવતાં ટીમના ટોટલમાંથી ૨૦ રનની બાદબાકી થઈ ગઈ હતી. એ બે આંચકાની અસર એવી હતી કે ૧૦ ઓવરને અંતે ટીમનું ટોટલ ૬ વિકેટે ફક્ત ૫૭ રન હતું. મૅચ દરમ્યાન આ ટીમના પ્લેયર દિપેશ શાહને ખભામાં ગંભીર ઈજા થઈ હતી.

કચ્છી વીસા ઓસવાળ જૈન માટે ૫૮ રનનો ટાર્ગેટ બહુ નાનો હતો અને એ એણે ચોથી ઓવરમાં મેળવી લીધો હતો. પ્રથમ ઓવરના અંતે ટોટલ ૧૦ રન, બીજી ઓવરને અંતે ૩૪ રન અને ત્રીજી ઓવરને અંતે ૪૬ રન હતું. ચોથી ઓવરના ચાર બૉલમાં બીજા ૧૩ રન બનાવીને આ ટીમે ૯ વિકેટે વિજય મેળવ્યો હતો. આ ટીમે બનાવેલા ૫૯ રનમાં માત્ર એક વિકેટ ગુમાવી હતી.

ટૂંકો સ્કોર : ખંભાત વીસા શ્રીમાળી જૈન : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૫૭ રન (ધવલ શાહ ૯ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૩ નૉટઆઉટ, સંકેત શાહ ૨-૦-૧૬-૨)

કચ્છી વીસા ઓસવાળ જૈન : ૩.૪ ઓવરમાં ૧ વિકેટે ૫૯ રન (વિરલ ગંગર ૧૫ બૉલમાં છ ફોર સાથે ૩૨ નૉટઆઉટ)

મૅન ઑફ ધ મૅચ : વિરલ ગંગર (કચ્છી વીસા ઓસવાળ જૈન)

મૅચ ૩

નવગામ વીસા નાગર વણિકે બૅટિંગ લઈને સાધારણ શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરમાં ૯ રન બન્યા હતા, પરંતુ બીજી ઓવરને અંતે ટોટલ ૨૧ રન પર પહોંચી ગયું હતું. ત્યાર પછી ફરી રનમશીન ધીમું પડ્યું હતું. પાવર ઓવરમાં એક વિકેટ પડતાં ટીમના ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા. એ ઓવર પૂરી થઈ ત્યાં સુધીમાં ટોટલ માત્ર ૩૦ રન હતું. જોકે ત્યાર પછી દરેક ઓવરમાં આક્રમક બૅટિંગને કારણે ટોટલ સારાએવા પ્રમાણમાં વધતું રહ્યું હતું અને સોરઠિયા મુસ્લિમ ઘાંચીને ૧૦૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. નવગામ વીસા નાગર વણિકે ખરેખર તો ૯૩ રન બનાવ્યા હતા, પરંતુ સોરઠિયા મુસ્લિમ ઘાંચીની ટીમે નર્ધિારિત ૪૫ મિનિટમાં ૧૦ ઓવર પૂરી ન કરી હોવાથી એની પેનલ્ટીના ૧૦ રન બૅટિંગ ટીમને મળી ગયા હતા.

સોરઠિયા મુસ્લિમ ઘાંચીની ટીમમાં ૧૦૪ રનના લક્ષ્યાંક સામે શરૂઆતથી છેક સુધીમાં કોઈ મોટી પાર્ટનરશિપ નહોતી થઈ અને છેવટે આ ટીમ માત્ર ૧૩ રનથી હારી ગઈ હતી. નવગામ વીસા નાગર વણિકના બોલર મનન શાહે પાવર ઓવર કરી હતી જેમાં ત્રણ વાઇડ પડ્યા હતા. જોકે પલક શાહે પોતાની જે બીજી ઓવર કરી હતી એમાં તે હૅટ-ટ્રિક પર હતો, પરંતુ એના બદલે તેણે હૅટ-ટ્રિક બૉલમાં વાઇડ ફેંક્યા પછી બીજા ઉપરાઉપરી બે વાઇડ ફેંકીને વાઇડની હૅટ-ટ્રિક કરી નાખી હતી જેને કારણે બૅટિંગ ટીમને ત્રીજા વાઇડના એકને બદલે પાંચ રન મળી ગયા હતા.

ટૂંકો સ્કોર : નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૩ રન (સાગર શાહ ૧૬ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૪ નૉટઆઉટ, હેમેન શાહ ૧૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૦ રન, અબ્દુલ હમીદ ૨-૦-૧૦-૩ અને ઇબ્રાહિમ બિલખિયા ૨-૦-૧૮-૨)

સોરઠિયા મુસ્લિમ ઘાંચી : ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૯૦ રન (અકબર શાહ ૬ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૬ નૉટઆઉટ, શબ્બીર ચૌહાણ ૧૫ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૬ રન, પરેશ શાહ ૨-૦-૧૧-૨, મનન શાહ ૨-૦-૧૫-૨ અને પલક શાહ ૨-૦-૨૧-૨)

મૅન ઑફ ધ મૅચ : સાગર શાહ (નવગામ વીસા નાગર વણિક)

મૅચ ૪

મિડ-ડે કપમાં કમબૅક કરનાર માહ્યાવંશીની ટીમે બૅટિંગ મળ્યાં પછી સાધારણ શરૂઆત કર્યા બાદ ખાસ કરીને મિડલની ઓવરોમાં ઓપનર મયૂર રસૂલિયા અને કિશોર વાઘેલાની ફટકાબાજીથી સાતમી ઓવર સુધીમાં ૯૦ જેટલા રન બનાવી લીધા હતા. મયૂર રસૂલિયાએ એક તબક્કે સતત ચાર બૉલમાં ચાર ફોર ફટકારી હતી. એમાં તેની ત્રીજી ફોરના ટીમના ચારને બદલે ૧૦ રન મળ્યાં હતા. તેણે પાંચમા ડૉટ બૉલ પછી છઠ્ઠા બૉલમાં પણ ફોર ફટકારી હતી. આ ટીમે ૧૦ ઓવરમાં માત્ર પાંચ વિકેટના નુકસાન સાથે ૧૦૯ રન બનાવ્યા હતા.

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનની ટીમ માટે શરૂઆતથી છેક સુધી ૧૧૦નો ટાર્ગેટ મોટો હતો. પ્રથમ ઓવરમાં વિકેટ પડી હતી. ત્રીજી ઓવરમાં પણ એક બૅટ્સમૅન આઉટ થયો હતો અને ત્યાર બાદ પાવર ઓવરમાં એક વિકેટ પડતાં ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા. આ આંચકા ટીમને છેક સુધી નડ્યા હતા. છઠ્ઠી ઓવરમાં અને પછી દસમી ઓવરમાં બે-બે વિકેટ પડી હતી. યોગેશ પટેલને એ છેલ્લી ઓવરમાં હૅટ-ટ્રિકનો ચાન્સ હતો, પરંતુ તેને એમાં સફળતા નહોતી મળી. સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનની ટીમ ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૭૪ રન બનાવી શકી હતી અને ૩૫ રનથી પરાજિત થઈ હતી.

ટૂંકો સ્કોર : માહ્યાવંશી : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૯ રન (મયૂર રસૂલિયા ૨૦ બૉલમાં સાત ફોર સાથે ૩૭ રન, કિશોર વાઘેલા ૧૭ બૉલમાં ચાર ફોર સાથે બાવીસ રન, કરણ સંઘવી ૨-૦-૧૦-૩

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન : ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૭૪ રન (હર્ષ શાહ ૧૭ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૧ રન, સમીર દોશી ૧૧ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૦ રન, યોગેશ પટેલ ૧-૦-૯-૨, દીપક નાગણેકર ૨-૦-૧૧-૨ અને મયંક મેંદીવાલા ૨-૦-૧૩-૨)

મૅન ઑફ ધ મૅચ : મયૂર રસૂલિયા (માહ્યાવંશી)

મૅચ-શેડ્યુલ

આજની મૅચો

સવારે ૯.૦૦

કચ્છી લોહાણા (E૧)

V/S

લુહાર સુથાર (E૪)

સવારે ૧૧.૦૦

વીસા સોરઠિયા વણિક (E૨)

V/S

વિરુદ્ધ સઈ સુથાર વાંઝા નાઘેર (E૩)

બપોરે ૧.૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન (F૧)

V/S

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (F૪)

બપોરે ૩.૦૦

દશા સોરઠિયા વણિક (F૨)

V/S

વિરુદ્ધ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) (F૩)

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

મેઘવાળ (G૧)

V/S

છારીયા ઉનેવાળ બ્રાહ્મણ (G૪)

સવારે ૧૧.૦૦

આહિર (G૨)

V/S

 વૈંશ સુથાર (G૩)

બપોરે ૧.૦૦

હાલાઈ લોહાણા (H૧)

V/S

મોચી (H૪)

બપોરે ૩.૦૦

ગુર્જર સુતાર (H૨)

V/S

બ્રહ્મક્ષત્રિય (H૩)


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2012 05:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK