Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૈનીનું સિલેક્શન : બિશન સિંહ બેદી અને ગૌતમ ગંભીરમાં થઈ ચણભણ

સૈનીનું સિલેક્શન : બિશન સિંહ બેદી અને ગૌતમ ગંભીરમાં થઈ ચણભણ

05 August, 2019 11:19 AM IST | નવી દિલ્હી

સૈનીનું સિલેક્શન : બિશન સિંહ બેદી અને ગૌતમ ગંભીરમાં થઈ ચણભણ

બિશન સિંહ બેદી અને ગૌતમ ગંભીર

બિશન સિંહ બેદી અને ગૌતમ ગંભીર


નવદીપ સૈનીના ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડ્રીમ ડેબ્યુ પછી ગૌતમ ગંભીરે ભલે ભારતના ભૂતપૂર્વ સ્પિનર બિશન સિંહ બેદી પર શાબ્દિક હુમલો કર્યો હોય, પણ બેદીને એમ લાગે છે કે પોતાની વાત સાબિત કરવા તેમણે નીચી કક્ષાએ જવાની જરૂર નથી.

ગૌતમ ગંભીર અને બિશન સિંહ બેદી વચ્ચે દિલ્હી ક્રિકેટના અલગ-અલગ મુદ્દાઓ વિશે હંમેશાં મતભેદ રહ્યા છે. સૈનીએ ૨૦૧૩માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું ત્યારે બેદીએ તેના સિલેક્શન વિરુદ્ધ ડીડીસીએના એ સમયના પ્રેસિડન્ટ સ્નેહ બંસલને પત્ર લખ્યો હતો જે ગંભીરને ગમ્યો નહોતો.



બેદીએ ગંભીરનું નામ લીધા વગર કહ્યું, ‘મને નથી લાગતું કે મારે મારી વાત સાચી સાબિત કરવા નીચી કક્ષાએ જવું જોઈએ. હું ટ્વિટરની કોઈ કમેન્ટસ્ પર રિએક્શન નહીં આપું. જોકે હું ક્યારેય નવદીપ સૈની વિશે નેગેટિવ નથી બોલ્યો અને હું માનું છું કે કોઈ પ્લેયર સફળ થયો છે તો એમાં તે ખેલાડીની મહેનત જવાબદાર છે. કોઈ ટોમ, ડિક અને હેરીની નહીં.’


ટ્વિટર પર બેદીએ સૈની વિશે લખ્યું કે, ‘ભારત વતી ડેબ્યુ કરવા બદલ અભિનંદન. બોલિંગ કર્યા વગર જ તે બે વિકેટ લઈ લીધી છે.’

આ પણ વાંચો : જ્યારે મને ઇન્ડિયા કૅપ મળી ત્યારે વિશ્વાસ નહોતો થતો : નવદીપ સૈની


ગંભીરે ટ્વીટમાં લખ્યું, ‘ક્રિકેટની ફીલ્ડ પર પગ મૂક્તાં પહેલાં જેણે સૈનીના કરીઅરની સ્ટોરી લખી હતી તેમનું મિડલ સ્ટમ્પ ઊખડી ગયું છે.’

બેદીએ કહ્યું હતું કે તેમણે ક્યારેય સાર્વજનિક રીતે સૈનીના સિલેક્શન પર વાંધો નથી ઉઠાવ્યો.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2019 11:19 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK