Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નાના બનેલા બૉયકૉટની ઇચ્છા પૌત્રને સુનીલ ગાવસકર જેવો બનાવવાની

નાના બનેલા બૉયકૉટની ઇચ્છા પૌત્રને સુનીલ ગાવસકર જેવો બનાવવાની

04 November, 2019 01:47 PM IST | મુંબઈ
દેબાશિશ દત્તા

નાના બનેલા બૉયકૉટની ઇચ્છા પૌત્રને સુનીલ ગાવસકર જેવો બનાવવાની

જ્યૉફ્રી બૉયકૉટ સાથે સુનીલ ગાવસકર

જ્યૉફ્રી બૉયકૉટ સાથે સુનીલ ગાવસકર


ઇંગ્લૅન્ડના ભૂતપૂ‍ર્વ પ્લેયર સર જ્યૉફ્રી બૉયકૉટ થોડા સમય પહેલાં નાના બન્યા છે અને પોતાના પૌત્ર સાથે સારો એવો સમય પસાર કરી આનંદ માણે છે. ગયા મહિને બૉયકૉટની પુત્રી ઈમાએ એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ જોશુઆ રાખવામાં આવ્યું છે. 

નાના બન્યા બાદ જ્યારે બૉયકૉટને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના પૌત્રને શું બનાવવા માગે છે ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૭૯ વર્ષે નાના બનવાથી હું ઘણો ખુશ છું. હું મારા પૌત્રને સુનીલ ગાવસકર જેવો મહાન બૅટ્સમૅન બનાવવા માગું છું. તે મોટો થશે એટલે હું તેને સુનીલ પાસે લઈ જઈશ અને તેની પાસે કોચિંગ કરાવીશ. સુનીલ મારો સારો મિત્ર છે અને મને આશા છે કે તે મારા માટે આ કામ કરશે. મને મારા પરિવારમાં પણ એક ગાવસકર જોઈએ છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 01:47 PM IST | મુંબઈ | દેબાશિશ દત્તા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK