ધોનીનો બાર વર્ષ જૂનો વીડિયો થઇ રહ્યો છે વાઇરલ, ઉજવે છે સચીનનો બર્થડે

Published: Jun 09, 2020, 16:14 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

વીડિયોમાં જોઇ શકાય છે કે સચિન તેંડુલકર ડ્રેસિંગ રૂમમાં કેક કાપી રહ્યા છે. સચિન સાથે ગાંગુલી અને રાહુલ દ્રવિડ ઉભા છે. ધોની દૂરથી ફોટા ક્લિક કરી રહ્યો છે.

 તે સમયે ધોની ટીમ ઈન્ડિયાનો સૌથી યુવા ખેલાડી હતો અને જોરદાર બેટિંગને પગલે તે ટિમમાં ફેમસ થયો હતો અને લોકચાહના મેળવી હતી.
તે સમયે ધોની ટીમ ઈન્ડિયાનો સૌથી યુવા ખેલાડી હતો અને જોરદાર બેટિંગને પગલે તે ટિમમાં ફેમસ થયો હતો અને લોકચાહના મેળવી હતી.

એમએસ ધોની (MS Dhoni)સોશિયલ મીડિયા પર ઓછા એક્ટિવ હોય છે, પરંતુ તેના ફેન પેજ તેમની ઘણી ફની વીડિયો પોસ્ટ કરતા રહે છે. આ વખતે ધોની નો 12 વર્ષ જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એમએસ ધોની સચિન તેંડુલકરનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેની સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ હાજર છે. મેચ રમ્યા બાદ સચિને સાથી ખેલાડીઓ સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ધોની સુપર ફેન પેજે  ટિકટૉક પર આ આ વીડિયો પોસ્ટ કર્યો છે, જે એકદમ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે સચિન તેંડુલકર ડ્રેસિંગ રૂમમાં કેક કાપી રહ્યા છે. સચિન સાથે ગાંગુલી અને રાહુલ દ્રવિડ ઉભા છે. ધોની દૂરથી ફોટા ક્લિક કરી રહ્યો છે. પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે પણ પોતાના ડિજિટલ કેમેરાથી ફોટા ક્લિક કરી રહ્યા છે. જ્યારે ધોનીને સચિન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું - 'મને લાગે છે કે એની એનર્જીનું સિક્રેટ છે બુસ્ટ...' ત્યાં હાજર બધા લોકો હસી પડે છે. સચીન તેંડુલકર બુસ્ટની જાહેરાતમાં કામ કરતા હતા અને બુસ્ટ ઇઝ ધી સિક્રેટ ઑફ માય એનર્જી એવી ટેગલાઇન બોલતા જેને પગલે ધોનીએ આ કોમેન્ટ કરી હશે તેમ બને.

@dhonisuperfan

##dhoni ##msdhoni ##sachintendulkar ##fyp ##foryoupage ##memoriesbringback ##gharbaithoindia ##lockdown ##crictok ##cricket

♬ original sound - dhonisuperfan

અત્યાર સુધી, આ 5 લાખથી વધુ લોકોએ ટિકટૉક પર આ વીડિયો જોયો છે અને 40 હજારથી વધુ લાઇક્સ આવી ચે.  પર 5 લાખથી વધુ વ્યૂઝ ધરાવે છે. વળી, 40 હજારથી વધુ લાઈક્સ અને ઘણી ટિપ્પણીઓ આવી છે. તે સમયે ધોની ટીમ ઈન્ડિયાનો સૌથી યુવા ખેલાડી હતો અને જોરદાર બેટિંગને પગલે તે ટિમમાં ફેમસ થયો હતો અને લોકચાહના મેળવી હતી.    

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK