અમદાબાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરામાં ગુરૂવારે થનારી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ની વાર્ષિક સમાન્ય સભા (AGM)ના એક દિવસ પહેલા બુધવારે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સામસામે આવશે. આવું એટલા માટે કારણકે બુધવારે બીસીસીઆઈ સભ્યો વચ્ચે એક ક્રિકેટ મુકાબલો થશે. આ મૅચમાં ગાંગુલી અને શાહ પોતાની-પોતાની ટીમોની કેપ્ટેન્સી કરશે. આ નવા બનેલા સ્ટેડિયમમાં આ પહેલી મૅચ રમાશે.
બીસીસીઆઈ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે એજીએમના એક દિવસ પહેલા મોટેરામાં ગાંગુલી અને શાહની કપ્તાની હેઠળ બન્ને ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. બન્ને ટીમોમાં બીસીસીઆઈ ઇલેક્ટ્રોલ બોર્ડના સભ્યો હશે, જે એજીએમમાં ભાગ લેવા અહીં પહોંચશે. ફરીથી બનીને તૈયાર થયેલા દેશના આ સૌથી મોટા સ્ટેડિયમમાં આ પહેલી ક્રિકેટ મૅચ થશે.
બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લા આ મેચમાં રેફરીની ભૂમિકા ભજવશે. મૅચના એક દિવસ બાદ એજીએસ યોજાશે. આ એજીએમનો મુખ્ય એજન્ડા આગામી સ્થાનિક સીઝનમાં રણજી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફી સહિત અન્ય કેટેગરીની ટૂર્નામેન્ટ્સ યોજવાની છે. આ સાથે ઈંગ્લેન્ડ ટીમની ભારત પ્રવાસની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. બધા સભ્યોએ મોટેરા પહોંચ્યા પછી કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પણ આવશ્યક છે. આ એજીએમમાં ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના માહિમ વર્મા, આસામ ક્રિકેટ એસોસિએશનના દેવાજીત સેકિયા, બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રણવ અમીન, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન મુહમ્મદ અઝહરૂદ્દીન સહિત 28 સભ્યો આ બેઠકમાં ભાગ લેશે.
આઈપીએલમાં 10 ટીમોને મંજૂરી મળવાની અપેક્ષા છે
એજીએમમાં 10 ટીમો સાથે આઈપીએલ આયોજિત કરવા માટે પણ એજીએમમાં સંમતિ થઈ શકે છે, પરંતુ એ 2021 નહીં, પરંતુ 2022માં રમવામાં આવશે. એટલા માટે કારણકે આગામી સીઝનથી પહેલા નવી ટીમોને ટીમ પૂરી કરવા માટે વધારે સમય નહીં મળે. તેમ જ આગામી સીઝન પહેલા હરાજીમાં પણ હવે વધારે સમય રહ્યો નથી. એટલું જ નહીં 10 ટીમના આઈપીએલનો અર્થ 94 મૅચ થશે, જે લગભગ અઢી મહિનામાં યોજાશે. એવામાં આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પર પણ અસર પડી શકે છે.
ફિટનેસ ટેસ્ટમાં પાસ થતાં છેલ્લી બે ટેસ્ટ રમશે ઉમેશ યાદવ
23rd February, 2021 12:44 IST૬ કિલોમીટર પણ દોડી ન શક્યા સંજુ સૅમસન સહિત છ ભારતીય ખેલાડીઓ
13th February, 2021 16:49 ISTBCCI અધ્યક્ષ Sourav Gangulyની આજે બીજી વાર એન્જીયોપ્લાસ્ટી કરાઇ
28th January, 2021 18:16 ISTસૌરવ ગાંગુલીને થયો ફરીથી છાતીમાં દુખાવો, અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
27th January, 2021 15:49 IST